• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajpipla
  • 5 Lakh Kher Firewood Seized In Bantawadi, Successful Operation Of Dadiapada Sorapada Range, Forest Department Set Up Watch At Midnight

કાર્યવાહી:બંટાવાડીમાં 5 લાખના ખેરના લાકડા ઝડપાયા, ડેડિયાપાડા-સોરાપડા રેન્જનું સફળ ઓપરેશન, મધ્યરાત્રીએ વનવિભાગે વોચ ગોઠવી હતી

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નાયબ વન સંરક્ષક નર્મદા વન વિભાગ નીરજ કુમાર ને મળેલ ગુપ્ત બાતમીના આધારે આર.એફ.ઓ. દેડીયાપાડા આર.જી.વસાવા અને આર.એફ.ઓ.સોરાપાડા જે,એ,ખોખર બંને રેન્જોના સ્ટાફની ટીમ બનાવી તથા બંટાવાડી, ઘનપીપર નાં વિસ્તારમાંથી ખેર લાકડાં ભરેલી ગાડી નીકળવાની હોય તેવા મેસેજ નાયબ વન સંરક્ષક નર્મદા ને મળતાં મધ્ય રાત્રી દરમ્યાન સદર વિસ્તારમાં વોચ ગોઠવી હતી.ં બંટાવાડી વિસ્તારમાંથી પુર ઝડપે એક ટ્રક આવતા તેને વન વિભાગ ની ટીમે અટકાવતાં ગાડી ડ્રાઇવર તથા તેમના સાથીદાર બંને અંધારાનો લાભ લઇ ભાગી ગયેલ હતાં.

ત્યાર બાદ ગાડી ચેક કરતાં તેમાં બીન પાસ પરમીટ વગરનાં ગેર કાયદેસર ખેરના લાકડાં ભરેલ જોવા મળેલ હતાં જેથી સદર ગાડીને દેડીયાપાડા રેન્જ કચેરી ખાતે લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ કામગીરીમાં સી.સી.વસાવા રા.ફો.ગંગાપુર તથા કે.બી.ભીલ બી.ગા.ઘનપીપર, એ.એન.વસાવા બી.ગા.ગંગાપુર-1 તથા એસ.બી.ડાભી બી.ગા.ખટામ પી.એલ.ગોસાંઇ વ.ર.સ. અંજનવઇ તથા રોજમદારોએ મહત્વની ભુમિકા ભજવેલ હતી. પકડેલ ગાડીમાં ભરેલ મુદ્દામાલ છોલેલાં ખેર નંગ - 24, ઘ.મી. 1.509 તથા ગાડી જપ્ત કરેલ છે. મુદ્દામાલ લાકડાં ગાડી મળી અંદાજે કુલ - 5.00 લાખ નો ખેરના લાકડાનો મુદ્દામાલ જપ્ત કરી કેશ કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...