તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વચ્ચે બેદરકારી:પાંચ કર્મચારીઓ કોરોના પોઝિટિવ છતાં SOUનું ફૂડ કોર્ટના ધમધમતું રહ્યું, પ્રવાસીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં

કેવડિયા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
SOUનું ફૂડ કોર્ટ હજુ પણ ચાલી રહ્યું છે - Divya Bhaskar
SOUનું ફૂડ કોર્ટ હજુ પણ ચાલી રહ્યું છે
 • નર્મદા જિલ્લામાં કોરોનાના દર્દીઓ રોજના 10થી 15 દર્દીઓ આવી રહ્યા છે

રાજ્યમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે કોવિડ-19નું પાલનમાં પણ આધિકારીઓ પોતાની મનમાની પ્રમાણે કરે છે. SOUના પરિસરમાં એક ફૂડ કોર્ટના 5 કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. છતાં આ ફૂડ કોર્ટ ધમધમી રહ્યા છે. નિયમોનું પાલન નહીં અને જનતાના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા ફૂડ કોર્ટ દ્વારા થઈ રહ્યા છે, તેમને કોણ કહેશે? તેમને કોણ દંડ ફટકારશે? તેવો આજે પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.

નર્મદા કલેક્ટર પાસે SOUના CEOનો ચાર્જ
જિલ્લા કલેક્ટર નર્મદા પાસે SOUના CEOનો ચાર્જ છે, સમગ્ર જિલ્લામાં કોરોનાની જવાબદારી તેમના શિરે છે. તેઓ કામગરી પણ સારી કરી રહ્યા છે, પરંતુ હાલ બે ત્રણ દિવસ પહેલા SOUના પરિસરમાં એક ફૂડ કોર્ટ આવેલી છે. જેમાં તમામ ઉંચી બ્રાન્ડ ધરાવતી સંસ્થાઓ દુકાનો ધરાવે છે. જે ફૂડ કોર્ટમાં કામ કરતા પાંચ કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા, આરોગ્ય વિભાગને જાણ થઇ તેમને તરત કોવિડ-19 હોસ્પિટલ રાજપીપલા સારવાર માટે લઇ જવાયા હાલ પણ તેઓ સારવાર લઇ રહ્યા છે પરંતુ આ ફૂડકોર્ટના કોરન્ટાઇન ઝોન બન્યું કે બફર ઝોન, સૅનિટાઇઝ કર્યુ કે કેમ રામ જાણે પણ આ પાંચ કર્મચારીઓ કેટલા ટેબલોને અડ્યા હશે કેટલી પ્લેટો દરવાજા જેમનાથી કેટલા સંક્રમિત થયા હશે. છતાં બીજા અન્ય કોઈ કર્મચારીઓના ટેસ્ટિંગ સુદ્ધાં કરવામાં આવ્યા નથી. કદાચ ભલે જિલ્લા કલેક્ટર SOUના CEO પણ તેમની પાસે આ ફૂડકોર્ટ બંધ કરવાના પાવર નથી.

કોરોના પોઝિટિવ દર્દીઓ ટેબલ સહિતની વસ્તુઓને અડ્યા હશે
કોરોના પોઝિટિવ દર્દીઓ ટેબલ સહિતની વસ્તુઓને અડ્યા હશે

ધૂળેટીની રજામાં પણ SOU ખુલ્લું રહેશે
નર્મદા જિલ્લામાં કોરોનાના દર્દીઓ રોજના 10 થી 15 દર્દીઓ આવી રહ્યા છે. કોરોના જિલ્લામાં 2000ને પાર થઇ ગયો છે. આધિકારીઓની આવી બેધારી નીતિ ને લઈને કોરોના જિલ્લામાં વધી રહ્યો છે, અને પાછું SOU ધૂળેટીની રજાઓમાં ખુલ્લું રાખી કોરોને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છે ત્યારે જિલ્લાના અધિકારીઓ જ જાણે કે તેમણે નર્મદામાં કોરોના વધારવો છે કે ઘટાડવો છે. હાલના તેમના નિર્ણયોને લઈને તો એવું લાગી રહ્યું છે કે, નર્મદામાં કોરોના ફૂલે ફાલે અને નર્મદા જિલ્લાની જનતા કોરોનાથી મરે!

ફૂડ કોર્ટને સેનિટાઈઝ કરાયું કે નહીં તેની કોઈ પાસે માહિતી નથી
ફૂડ કોર્ટને સેનિટાઈઝ કરાયું કે નહીં તેની કોઈ પાસે માહિતી નથી

કલેક્ટરે જિલ્લામાં 144 કલમ લગાવી
કોરોનાના સંક્રમણને રોકવા કોવિડ ગાઇડ લાઇન પ્રમાણે સરકાર નવા નિયમો મૂકે છે પણ દંડાય માત્ર પ્રજા, હાલ જિલ્લા કલેક્ટરે 144ની કલમ જિલ્લામાં લાગુ કરી છે. એટલે 3 વ્યક્તિથી વધુ કોઈ ટોળે ના વળે, હવે બીજી બાજુ ધૂળેટી માટે SOU ખુલ્લું રાખી તંત્ર આવકનો સ્ત્રોત જુએ છે. લોકોની જિંદગી જોખમાય તેની કોઈ દરકાર નહિ, શાળા કે કોઈ સરકારી કચેરી માં એક વ્યક્તિ કોરોના પોઝિટિવ આવે તો 15 દિવસ માટે તે બંધ કરાવી દેવામાં આવે છે, પણ SOUના ફૂડ કોર્ટમાં પાંચ કર્મચારીઓ પોઝિટિવ આવે છે તે નથી બંધ કરાતું કે નથી કોઈનો ટેસ્ટ કરવામાં આવતો. કેમ તેમનો ધંધો બગડે એટલે તો રાત્રિ કર્ફ્યુમાં કેટલાય ગરીબોના ધંધા રોજગાર બગાડ્યા તેનું શું એટલે આ સરકારમાં બધા નિયમો ગરીબ જનતા માટે છે. અધિકારીઓ તેમનું મનમાની કરવાના.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો