તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:નર્મદા માં કોરોના વેક્સીન વચ્ચે કોરોના પોઝિટિવ 5 કેસ નોંધાયા

રાજપીપળા19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોના કહેર ગયો નથી, વેક્સની લેવા છતાં કાળજી રાખવી જરૂરી
 • જિલ્લામાં લગ્ન સિઝન ચાલી રહી હોય લોકોના ટોળા જામી રહ્યા છે

નર્મદા જિલ્લામાં હજુ કોરોના કહેર યથાવત છે અને જનતા ને એમ કે વેક્સિન ચાલુ થઇ એટલે કોરોના જતો રહ્યો કોરોના નું જોર જરૂર ઘટ્યું છે પરંતુ જો કાળજી હજુ ના રાખી તો કોરોના વધતા વાર નહિ લાગે. તાજેતર માં રાજપીપલા સહીત જિલ્લામાં રોજના ચાર થી પાંચ કોરોના કેશ નોંધાઈ રહ્યા છે. ત્યાર સુધી નર્મદા જિલ્લામાં કોરોના ના કેશો 1846 નોંધાયા છે જેમાં 1816 સારા થઇ ને ઘરે ગયા છે 14 જેટલા હોમ આઇસોલેશન માં છે અને 3 કોવીડ હોસ્પિટલ માં ને 4 કોવીડ કેર સેન્ટરમાં દાખલ છે.

કોરોના વેક્સીનનો પ્રથમ રાઉન્ડ પૂરો કરીને આરોગ્ય વિભાગ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ અધિકારીઓ, કર્મચારીઓને વેક્સીન આપવાનું કામ ચાલુ છે. 30 હજારથી વધુ વ્યક્તિઓને કોરોના રસી આપવામાં આવી છે. કોરોનાના દર્દીઓની સંખ્યા પણ વધે છે. હવે લગ્ન સીઝન ચાલુ છે ત્યારે લોકો કોરોના ભૂલી લગ્ન અને પ્રસંગો મ્હાલી રહ્યા છે. ગત 3 તારીખે 4 કેશો પોઝિટિવ આવ્યા હતા.જે ભદામ 1, તિલકવાડા 1, કાછીયાવાડ 1 અને કાળિયા ભૂત 1 નોંધાયા છે, જયારે 4 ફેબ્રુઆરી એ 9 કેશો પોઝિટિવ હતા જેમાં ઓરી ધમણાચા અને ભદામ એક એક, રાજપીપલા પંચવટી સોસાયટીમાં પાંચ કેસ પોઝિટિવ હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો