તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે વર્લ્ડ સિકલસેલ ડે:આદિવાસી વસ્તી ધરાવતા નર્મદામાં 6.50 લાખ લોકો સામે 4 હજાર સિકલસેલના દર્દી

ભરૂચ/રાજપીપલા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • PM મોદી ગુજરાતના CM હતા ત્યારે વર્ષ 2006માં સિકલસેલ નાબુદી માટે સિકલસેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામની શરૂઆત કરી હતી
  • દર બુધવારે શાળામાં બાળકીઓને એનિમિયાની ગોળી આપવામાં આવતી હતી, શાળાઓ બંધ રહેતાં તે પણ બંધ થયું

ભરૂચ અને નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં આનુવંસિક રોગ સિકલસેલ એનિમીયાના દર્દીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે. વારસાગત ગણાતા આ રોગમાં મોટા ભાગે આદિવાસી સમાજના જ લોકો સપડાતા હોય છે. ગુજરાતનાં મુખ્યત્વે દાહોદ, પંચમહાલ, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વાપી, વલસાડ અને ડાંગ જીલ્લાનાં આદિવાસીઓમાં તેનું પ્રમાણ વધુ જોવા મળે છે. નર્મદા જિલ્લામાં 6.50 લાખની વસ્તી સામે નર્મદા જિલ્લામાં 4000 લોકો સિકલ સેલની સારવાર લઈ રહ્યા છે. જ્યારે ગણાતા વાહક 55 હજાર લોકોનું જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સતત ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે. તેમની પ્રિ-ટ્રીટમેન્ટ પણ કરવામાં આવે છે. બીજી તરફ ભરૂચ જિલ્લામાં ચાલતા સિકલ સેલ એનિમિયયા પ્રોજેક્ટમાં કેટલાં લોકો સારવાર લઈ રહ્યા છે તેની વિભાગે માહિતી પુરી પાડી નથી.

લક્ષણો અને સારવારમાં શુ ધ્યાન રાખશો

  • વારંવાર તાવ આવવો,શરીર ફીક્કું પડી જવું, શરીરમાં કળતર થવી, વારંવાર પેટમાં દુખાવો થવો, સાંધાઓમાં તેમજ હાડકામાં સોજો આવવો અને દુસ્ખાવો રહેવો, બરોળ મોટી થવી, વારંવાર કમળો થવોએ લક્ષણો છે.
  • નિયમિત ડોકટરી તપાસ કરાવવી, વધુ ઉંચાઇ વાળી જગ્યાએ ન જવું, વરસાદમાં કે ઠંડા પાણીમાં પલરવું નહીં, વધુ ઠંડીમાં મફલર/ સ્વેટર પહેરવા વધુ શારીરિક શ્રમવાળું કામ ન કરવું જેવી કાળજી રાખવી જોઈએ.

સિકલસેલને નાબૂદ કરવા લાંબી કસરતની જરૂર
સિકલસેલની અવેરનેસ માટે અનેક સંસ્થાઓ કામ કરી રહી છે. તેને સહયોગ કરવો જોઈએ. વિશ્વભરમાં જ્યાં પણ આદિવાસી સમાજ વસે છે ત્યાં સિકલસેલનો પ્રશ્ન છે. જે જિનેટિકલ ડિસિઝ છે. જો સિકલસેલ ડિસિઝને નાબૂદ કરવો હોય તો તે થઈ શકે. પણ તેને વર્ષો વિતિ જાય. તેના માટે જેમ લગ્નની કુંડળી મેળવાય છે તેમ સિકલસેલ છે કે કેમ તેનો રિપોર્ટ મેળવી નોર્મલ સાથે લગ્ન કરે તો સિકલસેલને લાંબા ગાળે નાબૂદ કરી શકાય તેમ છે પણ એ લાંબી પ્રોસેસ છે. > ડો. જયંતિ વસાવા, M.S, FMAS, ભરૂચ.

બ્લડ ટેસ્ટની જેમ સિકલસેલનો પણ ટેસ્ટ કરાવવો જરૂરી
આદિવાસી સમાજની વસ્તીના 15 ટકા લોકોને સિકલસેલના ડિસિઝ છે. સિકલસેલ માટે ડાઈગ્નોસિસ થવું જરૂરી છે. પરંતુ પુરતી માહિતીના અભાવે લોકો તેની તપાસ કરાવી શકતા નથી. જેથી લોકોને તેના પ્રત્યે જાગૃત કરવા જરૂરી છે. તેના માટે આદિવાસી વિસ્તારોમાં અનેક કેમ્પ પણ કર્યા છે. જેવી રીતે તમે બ્લડ ટેસ્ટ કરાવીએ છીએ તેવી જ રીતે સિકલસેલનો પણ દરેક લોકોએ ટેસ્ટ કરાવવો જોઈએ.> ડો. ડેકસ્ટર પટેલ, MBBS, CIH, HM.

અન્ય સમાચારો પણ છે...