ગૌરવ:છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજના 4 છાત્રો રાષ્ટ્રીય કક્ષાએ બોક્સિંગમાં ભાગ લેશે

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્રીય કક્ષાએ ક્રિકેટ રમવા માટે રાજપીપળા ખાતે ખેલાડીઓની પસંદગી

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ગાંધીનગર આયોજિત ક્રિકેટ સિલેકશન ટ્રાયલ રાજપીપળા મુકામે છોટુભાઈ પુરાણી ડિગ્રીકોલેજ ખાતે યોજાયો જેમાં ગુજરાત અને ગુજરાત બહારના ક્રિકેટ ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા ખાસ નિયુક્ત કરાયેલા સિલેક્ટર્સ દ્વારા હાલ આ ખેલાડીઓ ની પસન્દગી કરવામાં આવી રહી છે.અહીંથી પસંદ થયેલ ખેલાડીઓ આગામી 17 જાન્યુઆરીએ સુરત ખાતે વેસ્ટઝોન ઇન્ટર યુનિવર્સિટી કક્ષાએ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે ટુર્નામેન્ટ રમશે અને તેમાંથી આઠ ટિમો રાષ્ટ્રીય કક્ષાએ રમવા જશે.

ગજરાતના ક્રિકેટ ખેલાડીઓ માટે આ એક સારી તક સાબિત થશે કેમકે અહીંથી પસન્દગી પામેલ વિદ્યાર્થીઓ ને મળનાર સર્ટિફિકેટ દ્વારા તેઓ કોચિંગ પણ શરૂ કરીશકેશે અને રાષ્ટ્રીય આંતર રાષ્ટ્રીય કક્ષાએ ક્રિકેટ રમવા માટે પણ અહીંની પસન્દગી ખુબ ઉપયોગી નીવડશે સાથે બોક્સિંગ માં પણ રાજપીપલા ના cpldpl ડિગ્રીકોલેજ ના 4 વિધાર્થીઓ પણ આ રાષ્ટિય કક્ષા એ ભાગ લેવા જવાના છે જેવોનું હાલ કોચિંગ પણ રાજપીપલા ખાતે ચાલી રહ્યું છે જેમાં ડિગ્રીકોલેજ ના પ્રિન્સિપાલ ડો.રાજેન્દ્રસિંહ ગોહિલ અને તેમનો સ્ટાફ દ્વારા તમામ ખેલાડીઓ ને કોચિંગ પણ આપવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...