તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

CMને પત્ર:કેવડિયા ફેન્સીંગ મુદ્દે 4 કોંગી ધારાસભ્યોની આજે તંત્ર સાથે બેઠક: સાંસદે પણ કહ્યું કામ સ્થગિત કરો

રાજપીપળાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આદિવાસીઓ માટે કોંગ્રેસ મેદાનમાં આવતા મનસુખ વસાવાનો પણ મધ્યસ્થી બનાવ CMને પત્ર

કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ફેન્સિંગના મુદ્દે આદિવાસીમાં પ્રચંડ વિરોધ થયો છે. આ મુદ્દો વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાણાની અને રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રવક્તા શક્તિસિંહ ગોહિલના ધ્યાને આવતા ગુજરાત કોંગ્રેસના આદિવાસી ધારાસભ્યો પી.ડી.વસાવા, વાંસદાના અનંત પટેલ, અનિલ જોષીયરા અને આનંદ ચૌધરી શનિવારે સ્થાનિક આદિવાસીઓ અને તંત્ર સાથે બેઠક કરશે. ઝઘડિયા ધારાસભ્ય છોટુ  વસાવા અને કોંગી ધારાસભ્યોના લડાયક મૂડથી ભાજપી સાંસદ મનસુખ વસાવા પણ મેદાનમાં ઉતર્યા છે. તેમણે મુખ્યમંત્રીને પત્ર લખી કાયમી ઉકેલ માટે તેમને મધ્યસ્થી બનાવવા તેમજ ઉકેલ ન આવે ત્યાં સુધી ફેન્સિંગનું કામ સ્થગિત કરવા રજૂઆત કરી છે. 

પોલિસ તૈનાત કરી દીધી હોવાની રજૂઆત કરી
બીજી તરફ રવિવારથી આદિવાસી પ્રતિનિધિ મંડળમાં એક્ટિવિસ્ટ રાજુ વલવાઈ, MLA અનંત પટેલ, ઇન્ડિજિનસ આર્મી ઓફ ઇન્ડિયા સ્થાપક ડો.પ્રફુલ્લ વસાવા સહિતનું પ્રતિનિધિ મંડળ કેવડિયા વિસ્તારના 14 ગામની સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે મુલાકાત લઇ સ્થિતિનો તાગ મેળવશે.તેમણે રાજયપાલને પત્ર લખી પોલીસના સહારે ગરુડેશ્વર તાલુકાના આદિવાસીઓ સાથે થઈ રહેલા અમાનવીય વર્તન અને માનવ અધિકારોનું હનન રોકવુ જોઈએ.આદિવાસીઓની જમીનો ખોટી રીતે પડાવી કર્ફ્યુ લાગ્યું હોય એમ પોલિસ તૈનાત કરી દીધી હોવાની રજૂઆત કરી છે. 

આદિવાસીઓ પર અત્યાચાર કરનાર અધિકારી સામે કાર્યવાહી કરો : શક્તિસિંહ 
કોંગ્રેસ પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે સોશિયલ મીડિયામાં લખ્યું છે કે, એક તરફ કોરોનાથી સમગ્ર દેશ પરેશાન છે અને લોકડાઉન અમલમાં છે તેવા સમયે કેવડિયા કોલોનીમાં પોલીસની બળજબરીથી આદિવાસી ભાઈઓ-બહેનો ઉપર અત્યાચાર કરીને તેમને તેઓના રહેઠાણથી ભગાડવાની અને જમીન ખાલી કરવાનો વીડિયો જોઈને અત્યંત વ્યથિત છું.આદિવાસી સમાજ ઉપર અત્યાચાર કરી રહેલા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક હાથે કામ લેવામાં આવે. 

અન્ય સમાચારો પણ છે...