તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વધારો:નર્મદાના પીવાના પાણીમાં 1000 લિટરે 38 પૈસા અને ઉદ્યોગો માટે રૂ.3.13નો વધારો

રાજપીપળા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
ગુજરાતમાં નર્મદા કેનાલનું પાણી વાપરતા લોકોએ હવે પછી સરકારને વધુ દર ચૂકવવા પડશે. - Divya Bhaskar
ગુજરાતમાં નર્મદા કેનાલનું પાણી વાપરતા લોકોએ હવે પછી સરકારને વધુ દર ચૂકવવા પડશે.
 • કોરોનાકાળમાં નર્મદાનું પાણી પણ મોંઘું પડશે, માર્ચ 2021થી નવા દર લાગુ થશે
 • નર્મદાના પાણીના દરમાં પ્રત્યેક નાણાકીય વર્ષ દરમિયાન 10% નો વધારો કરાય છે

ગુજરાત સરકાર દ્વારા નર્મદાના પાણીના વપરાશની રકમ ઉપર 10 ટકા વધારાના નિયમને લઈને પાણીના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. આગામી સમયથી પીવાના અને ઔદ્યોગિક વપરાશ માટેના નર્મદાના પાણીના દરમાં વધારો ઝીંકાયો છે. આગામી માર્ચ 2021 થી પીવા માટે પ્રતિ 1000 લિટરે 38 પૈસા અને ઔદ્યોગિક વપરાશ માટે 3.13 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નર્મદાના પાણીના દરોમાં પ્રત્યેક નાણાકીય વર્ષ દરમિયાન 10% નો વધારો કરવામાં આવે છે. વર્ષ 2006 અને 2008 માં જ્યારે પ્રથમ વખત નર્મદાના પાણીના દર નિયત કરવામાં આવ્યા હતા. ત્યારે પીવા માટે 1 રૂપિયો અને ઔદ્યોગિક વપરાશ માટે 10 રૂપિયાનો સરકારે ભાવ નક્કી કર્યો હતો. ગુજરાતમાં નર્મદા કેનાલનું પાણી વાપરતા લોકોએ હવે પછી સરકારને વધુ દર ચૂકવવા પડશે. નર્મદાનું પાણી પીવા અને ઔદ્યોગિક વપરાશ માટે આપવામાં આવે છે.

ભાવ વધારો અંતે જનતા પર જ
ઔધોગિક વસાહતોને પાણી ખર્ચ વધુ લાગશે તો તે સીધો ખર્ચ તેમની પ્રોડક્ટ પર નાખશે, આમ ગોળ ફરીને નર્મદા નીરનો ભાવ વધારો અંતે તો સામાન્ય જનતા પર જ ઝીંકાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો