તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નર્મદામાં કોરોના વિસ્ફોટ:1 દિવસમાં 37 કેસો નોંધાયા, કુલ આંક 2223 થયો

રાજપીપલ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એક અઠવાડિયામાં જ 300થી વધુ કેસો નોંધાયતા સ્થાનિકોની ચિંતા વધી, તંત્ર એલર્ટ

નર્મદા જિલ્લામાં કોરોના વિસ્ફોટ થઈ રહ્યો છે. રાજપીપલા સહિત જિલ્લાના પાંચેવ તાલુકામાં કોરોના બેકાબુ બનતા આરોગ્ય ની ટીમોમાં દોડધામ મચી છે. હાલ એક અઠવાડિયા 300 થી વધુ કેશો નોંધાયા અને નર્મદા જિલ્લામાં આજે એક સાથે 37 કેશ કોરોના પોઝિટિવ નોંધાયા છે. નર્મદા જિલ્લાનો કુલ કોરોના આંક 2,223 થયો છે. રોજના સરેરાશ 20 થી વધુ કેશ નોંધાતા લોકોમાં ફફળાટ ફેલાયો છે. રાજપીપલા શહેર માં પણ કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે.

કોરોના સંક્રમણ રોકવા તંત્ર એક્શનમાં આવી છે.આરોગ્ય વિભાગે ડોર ટૂ ડોર સર્વે વધારી દીધો સાથે કોરોના વિરોધી રસીકરણ ના સેન્ટરો વધારી દીધા,જિલ્લામા તાજેતરમાં આવેલ 37 કેશોમાં રાજપીપલા શહેર ની વાત કરીએ તો શુક્લ શેરી 1, ટેકરા પોલીસ લાઈન1, વિશાવગા1, હરસિધ્ધિ માતા મંદિર 1, રાજપૂત ફરિયા 2, પાયગા પોલીસ લાઈન 1, ભટવાળા 1, રણછોડજી મંદિર 1, ચંદ્રવિલા 1, જલારામ સોસાયટી 1, નવાપરા 2, રામેશ્વર બાંગલો1, રાજપીપલા 1, આમ કુલ.13 રાજપીપલા માં જ્યારે નાંદોદ માં ગોપાલપુરા 1, સિસોદ્રા 1, ઓરી 1, નવાપરા 1, માંગરોળ 1, ભુછાડ 1, વડિયા 2, જ્યારે ગરુડેશ્વર તાલુકામાં કોઠી 1, કેવડિયા 1, વવીયાલા 1, સાહેબપુરા 1, જેતપુર 1, ડેડીયાપડા માં સેજપુર 1, કાબરી પઠાર 1, માકારણ 1, સાગબારા માં પાંચ પીપળી 1, ઉભરીયા 1, આમ કુલ 37.કેશો નર્મદા જિલ્લા માં નોંધાયા જે આખા વર્ષમાં સૌથી વધુ કેશો કહી શકાય..માટે સોસીયલ ડિસ્ટન્સ માસ્ક જરૂરી છે. સાવચેતી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો