તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના બેકાબૂ:રાજપીપળા કોવિડ હોસ્પિ.માં 300, કેર સેન્ટરમાં 1000 પથારી વધારો

રાજપીપળાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજપીપલામાં મળેલી બેઠકમાં જિલ્લા પ્રભારી સચિવનો અનુરોધ
  • માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે ટેસ્ટની પણ સંખ્યા વધારવા સૂચના

કોરોના વધતા કેસોને લઇ ગુજરાત માર્ગ પરિવહન નિગમના MD અને નર્મદા જિલ્લાના પ્રભારી સચિવ એસ.જે. હૈદરે તાજેતરમાં નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન રાજપીપલા કલેકટરાલયમાં કોરોનાના સંક્રમણ સંદર્ભે જિલ્લા પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠકો યોજી હતી. જેમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરી માર્ગદર્શન પૂરું પાડી કેટલાક સૂચનો અન્વયે જરૂરી કાર્યવાહી હાથ ધરવા પણ અનુરોધ કર્યો હતો.

જેમાં તેઓએ રાજપીપલાની કોવિડ હોસ્પિટલમાં હાલની 170ની પથારી સામે 300 સુધી વધારવા તેમજ કોવિડ કેર સેન્ટરમાં પણ 200 પથારીથી વધારીને 1000 સુધી ઉપલબ્ધ કરવા ખાસ ભાર મુક્યો હતો. કોવિડ હોસ્પિટલમાં જરૂરિયાત મુજબ પ્રથમ તબક્કામાં 30 પથારી તેમજ બીજા અને ત્રીજા તબક્કામાં 50-50 પથારીવધારીને કુલ-300 સુધીની પથારીની સુવિધા વધારવા તેમજ કોવિડ કેર સેન્ટરમાં પથારી વધારવાની કામગીરી આરંભી દેવાઇ છે. એટલું જ નહીં સંક્રમણ ઘટાડવા માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સાથે ટેસ્ટની પણ સંખ્યા વધારી સંક્રમિત લોકોને ડિટેક્ટ કરી સારવાર આપોની સૂચનાઓ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...