તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:રોજગારી માટે ગયેલા 3 યુવાનોને 57 દિવસ બોટમાં ગોંધી રાખ્યા, માર માર્યો

રાજપીપળા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાજપીપળાના યુવાનો ભરૂચ કડીયા કામે જતા કોન્ટ્રાક્ટર બિલીમોરા લઇ ગયો હતો

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના મોટા લિમટવાડા ગામના 21 વર્ષીય લક્ષ્મણ બાબુ વસાવા, 50 વર્ષીય હરિસિંહ દુલિયા વસાવા તથા 35 વર્ષીય હીરાભાઈ પાંચિયા વસાવ રોજગારી માટે ભરૂચ ગયા હતા.એ ત્રણેવને શક્તિનાથ ચોકડી નજીકથી એક દલાલ કડીયા કામ કરવાનું કહીને બિલ્લીમોરા નજીકના ધોલાઈ ધક્કા ગામે લઈ ગયો હતો. હવે દલાલને તો એક જણની દલાલીના 2000 મળી કુલ 6000 મળી જતા ત્યાંથી જતો રહે છે.પણ એ ત્રણેવ યુવાનોને કડીયા કામની જગ્યાએ મછીમારીનું કામ કરવા દરિયાની વચ્ચે બોટમાં લઈ જવામાં આવ્યા હતા.જ્યાં તેમને જબરજસ્તી થી ગોંધી રાખવામાં આવ્યા હતા.આદીવાસી યુવાનોના જણાવ્યા મુજબ એમણે 24 કલાક સુધી બસ ફક્ત દરિયામાંથી માછલી પકડવાનું અને જાત મુજબ માછલીને અલગ અલગ મુકવાનું કામ કરવાનું હતું.

પુરો પગાર આપ્યાનો ખોટો વિડીયો પણ ઉતાર્યો
બોટના ડ્રાયવરનો નંબર મારા ભાઈના મોબાઈલ લિસ્ટમાં આવી ગયો હતો. તેના પર નર્મદા DYSP રાજેશ પરમાર અને પોલીસ કોન્સ્ટેબલ સાલમસિંહે ફોન કર્યો ત્યારે અમને ત્યાંથી છોડ્યા. છોડતા પેહલા અમને 57 દિવસનો પૂરો પગાર મળી ગયો છે તેવો ખોટો વીડિયો ઉતાર્યો હતો. અમને માત્ર 1000 રૂપિયા આપીને બસમાં મોકલી દેવામાં આવ્યા હતા. પુરતું મહેનતાણું તો અમને આપ્યું જ નથી. - લક્ષ્મણ બાબુ વસાવા, ભોગ બનનાર યુવાન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો