તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ઈનોવા કારથી પેટ્રોલિંગ કરી મહારાષ્ટ્રમાં પશુ લઈ જતા આણંદના 3 શખ્સો તિલકવાડાથી પકડાયા

રાજપીપળા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહારાષ્ટ્ર જવા માટે નર્મદા જિલ્લો નજીક પડતો હોવાથી રોજના પશુ ભરેલી 10 જેટલી ટ્રકો કતલખાને જતી હોવાની બૂમ

નર્મદાના ટીલકવાડા પોલીસ ને બાતમી મળી હતી કે એક ઈનોવા કારના પાયલોટિંગ સાથે આણંદથી એક ટ્રક ગેરકાયદેસર પશુઓ ભરી મહારાષ્ટ્ર કતલ ખાને જવાની છે.ભારતીય ગૌ રક્ષા દળના પ્રમુખ અભિષેક આહીર વડોદરા કપુરાઈ ચોકડી પાસે ઉભા હતા. ટ્રક વડોદરાથી ડભોઈ તરફ જઈ રહી હતી, દરમિયાન એમણે પોલીસ ટીમ સાથે એ ટ્રકનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો.

ગૌ રક્ષકોની ટીમે નર્મદા પોલીસ કંટ્રોલ પર આ મામલે ફરિયાદ કરતા તિલકવાડા પોલીસે ટ્રકને રોકવા પુરી તૈયારી કરી રાખી હતી, દરમિયાન બૂંજેઠા પાસે તો બેરીકેટ તોડી ટ્રક નીકળી ગઈ હતી.જ્યારે તિલકવાડા પી.એસ.આઈ સી.એમ.ગામીત સહીતની ટીમ ટ્રકને પકડવામાં સફળતા મળી હતી.

પોલીસે તપાસ હાથ ધરતા ટ્રક માંથી પશુ હેરાફેરી કરવાના પુરાવા વગર 2.1 લાખની કિંમતની 20 ભેંસ અને એક પાડો મળી આવ્યા હતા.ટ્રકને આણંદથી મહારાષ્ટ્ર તરફ લઈ જતા આણંદ ના સમરખા ના રહીશ શબ્બીરખા અકબરખા મલેક, સુલતાન મિયા સીરાજમીયા મલેક તથા ઈમરાન પીર મહંમદ અબદાલ આ ત્રણેયને 15 લાખની ટ્રક અને 2.10 લાખના પશુઓ મળી 17.10 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે પાયલોટિંગ કરતી ઇનોવા કાર ફરાર થઈ ગઈ હતી.

મોટા માથાના નામ ખુલેશે
આ કામગીરીમાં જોતરાતા ગૌરક્ષા સમિતિના અધ્યક્ષને મારી નાખવાની પણ ધમકી મળી છે. નર્મદામાં નેટર્વિંકગ ચલાવતા સાગબારા તાલુકામાં રહેતા સૂત્રધારો પણ શંકાના ના દાયરામાં આવ્યા હોય પોલીસ હવે સમગ્ર પ્રકાણનો ભેદ ઉકેલશે તો અનેક મોટા માથાઓના નામો પણ ખુલી શકે છે.

અન્ય સમાચારો પણ છે...