તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહેલાણીને મોજ:SOU પર શનિ-રવિવારે 25 હજાર પ્રવાસી ઉમટ્યાં

રાજપીપલા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના કાળમાં ઘરમાં કેદ થયેલાં લોકોએ હવે અનલોકમાં પ્રવાસની મઝા માણી

કોરોના કાળ બાદ પુનઃ જાહેર સ્થળો ખુલ્લા મુકાતા પ્રવાસીઓ કુદરતી સૌંદર્ય તરફ વળી નર્મદા જિલ્લાની પસંદગી કરી રહ્યા છે. કેવડીયા નજીક આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી તાજેતરમાં પ્રવાસીઓ માટે મુકાયું છે તો કોરોના મહામારી ના પગલે ઘરો માં રહી ને ત્રસ્ત લોકો થઈ ગયા હતા. અને હવે રાજ્ય ભર માં કોરોના ના કેશ ઘટતા જ લોકો પરિવાર સાથે ટુર માં ઉપડી રહ્યા છે. ત્યારે શનિ રવિવાર ના પગલે રાજ્ય ભર માંથી મોટી સંખ્યા માં પ્રવાસી ઓ ઊમટતા આ વિસ્તાર માં રેકડી હોટલ ને લારી ગાલા વારા માં ખુશી જોવા મળી છે.

હાલ ચોમાસાની ઋતુમાં નર્મદા જિલ્લાની સાતપુડા અને વીંધ્યાચળ પર્વતો લીલાછમ અને સુંદર વાતાવરણમાં ફરવા ઇચ્છતા પ્રવાસીઓ મોટી સંખ્યામાં અહીંયા આવી રહ્યા છે. કોરોના ના પગલે સ્ટેચ્યુ જોવા આવતા પ્રવાસીઓ માટે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવું ફરજીયાત કરવામાં આવતા કોવિડ ગાઈડલાઈ નું પણ પાલન કરવામાં આવી રહ્યું છે. આ બે દિવસમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 20 હાજર થી વધુ, જગલ સફારી પાર્ક માં બે દિવસ.માં 10 હજાર, ચિલ્ડન ન્યુટ્રીશન પાર્ક માં 8 હજારથી વધુ આ સહિત ના મોટા ભાગ ના પ્રોજેકટ ઉપર પ્રવાસી ઓ ની ભીડ નજરે પડતી હતી.

કોરોના મહામારી વચ્ચે મોટી સંખ્યા માં પ્રવાસી ઓ ઉમટી રહ્યા છે જોકે તંત્ર એ હજુ પણ કોરોના મહામારી ના પગલે ઓનલાઈન જ ટીકીટ આપી રહ્યા છે. ત્યારે પ્રવાસી ઓ પણ હવે ઓફ લાઇન ટીકીટ સ્ટેચ્યુ ઉપર થી મળે તેવી માંગ કરી રહ્યા છે. હાલ રાજ્ય ની મોટી સિટી માં કરફુય નો સમય નો ઘટાડો કરવામાં આવ્યો છે. સાથે કોરોના હળવાશ થતા લોકો ફરવાના મૂડમાં આવ્યા છે.

આ બાબતે વડોદરા છાણીના આરતી વણીકે જણાવ્યું હતું કે કોરોના ની બીજી લહેર ખૂબ ભયાનક રહી પણ હવે કેશો ઓછા થતા અમે પરીવાર સાથે કેવડિયા ફરવા આવ્યા હતા અહિયાનું વાતાવરણ ખુબજ અલ્હાદક છે. સહિત તમામ પ્રોજેક્ટો ખૂબ જ સરસ છે સાથે તંત્રની વ્યવસ્થા, કોવિડ 19 નું ગાઈડલાઈન નું પાલન પણ ચુસ્ત હતું. વધુ ભીડ થાય ત્યારે જનતાની પણ એટલી જવાબદારી છે કવ ભીડ ના કરે સોસીયલ ડિસ્તન્સ રાખે તો કોરોના થી બચી શકીશું.ફરવાની મઝા સાથે તકેદારી રાખવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...