તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિલા શક્તિને નમન:રાજપીપળાની 22 વર્ષીય ઇન્ટીરિયલ ડિઝાયનર થયેલી યુવતી સૌથી વધુ 1508 મતો મેળવી નગર સેવિકા બની

રાજપીપળા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં પાયાની સુવિધા સાથે શિક્ષણ અને રોજગારીના દ્વાર ખોલવા પ્રયાસ કરશે

નર્મદા જિલ્લાની એક માત્ર રાજપીપલા નગરપાલિકામાં 22 વર્ષીય યુવતી સૌથી વધુ મતો મેળવી ને પાલિકા સદન માં એન્ટ્રી કરી છે. ત્યારે શિક્ષિત યુવાનો સમાજ માટે સેવા કરવા તત્પર છે. ત્યારે રાજપીપલા નગર જનોને આ ટર્મમાં ઉત્સાહી કોર્પોરેટર મળ્યા છે. રાજપીપલા નાગરપાલિકાની ચૂંટણી માં 28 બેઠકો માટે ચૂંટણી યોજાઈ જેમાં 115 ઉમેદવારો ની હરીફાઈ માં વોર્ડ 2 માંથી ચૂંટણી લડનાર માત્ર 22 વર્ષની ઇન્ટિયરિયલ ડિઝાયનર રિચા વસાવા સૌથી વધુ મત 1508 મત મેળવીને પાલિકા સદનમાં પોતાના પિતા સાથે કોર્પોરેટર બની પહોંચી છે.

આ બાબતે રિચા વસાવા એ જણાવ્યું કે મારા પિતા છ ટર્મ થી પાલિકામાં ચૂંટાઈ રહ્યા છે. તેઓ ચાર વાર પાલિકા પ્રમુખ તરીકે સેવા કરી છે મારી માતા એ પણ પ્રમુખ તરીકે સેવા કરી છે અને તેમના સેવાના કાર્ય થકી જ મને આટલા જંગી મત મળ્યા છે આજે શિક્ષિત યુવતી તરીકે મને જીતાડી જે મારા ટેકરા ફળિયાના અને રાજપીપલાના લોકોએ મારાપર વિશ્વાસ મુક્યો છે હું એ પ્રમાણે કામ કરીશ ખાસ કરીને પાણી સફાઈ સહીત અવાક, જાતિના દાખલા, જન્મ મરણ ના દાખલ ઝડપ થી કઢાવી આપીશ અને શિક્ષણનું પ્રમાણ વધે બાળકો ભણે અને યુવાનોને રોજગારી મળે એવું કરવાની ઈચ્છા છે.​​​​​​​

અન્ય સમાચારો પણ છે...