ક્રાઇમ:પ્રોહિબિશન અને ચોરીના 2 વોન્ટેડ આરોપી ઝડપાયા

રાજપીપલાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લાના વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા જિલ્લા પોલીસ આધિક્ષક હિમકરસિંહે સૂચના આપતા LCB પોલીસે દેડિયાપાડા ખાતે થયેલા ઘરફોડ ચોરીના વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે ગરુડેશ્વરના ઝેર ગામેથી પોહિબિશનના આરોપીને ઝડપી પાડ્યો છે. મહારાષ્ટ્રના અક્કલકુવામાં રહેતો દિલવરસીંગ ઉદેસીંગ શીખ(સીકલીગર) કટલરી સામાન અને ડુપ્લિકેટ ચાવીઓ બનાવવાનો ધંધો કરતો હતો. તેણે નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે આવી ઘરફોડ ચોરી કરી હતી.

પોલીસ તપાસ કરતા તેનું નામ ખુલતા તેના ઉપર ચોરીની ફરિયાદ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. આ આરોપીની શોધમાં નર્મદા જિલ્લા LCB પી.આઈ એ.એમ પટેલ, પીએસઆઇ સી.એમ.ગામીત સહીત ટીમે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. જ્યારે બીજીબાજુ પ્રોહિબિશનમાં નાસતો ફરતો આરોપી દિપક અંબાલાલ તડવી જે ઝેર ગામના નિશાળ ફળિયામાં રહે છે. તેને પોલીસે ઘરે થી ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...