સિંચાઈ:નર્મદા ડેમમાંથી 19400 ક્યૂસેક પાણી શિયાળુ ખેતી માટે કેનાલમાં છોડાયું

રાજપીપલા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડૂતોની માંગને લઈને શિયાળુ પાક માટે નર્મદા કેનાલમાંથી 19400 ક્યૂસેક પાણી છોડવાનું શરૂ કર્યું. - Divya Bhaskar
ખેડૂતોની માંગને લઈને શિયાળુ પાક માટે નર્મદા કેનાલમાંથી 19400 ક્યૂસેક પાણી છોડવાનું શરૂ કર્યું.
  • સાબરમતી એસ્કેપ મારફતે સિંચાઈ માટે આશરે 980 ક્યુસેક પાણી છોડવાનો રાજય સરકારનો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય
  • ખેડૂતોને રવિ પાક માટે 15 માર્ચ 2021 સુધી પાણી મળશે

ગુજરાતની જીવાદોરી નર્મદા બંધ આજે ફરી જગતના તાત માટે વ્હારે આવ્યો છે. ખેડૂતોને ઉનાળા બાદ શિયાળુ પાક માટે પાણીની ખાસ જરૂરિયાત હોય ખેડૂતોની માંગને પગલે પાણી છોડવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. અને નર્મદા બંધની મુખ્ય કેનાલમાંથી હાલ 19400 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.ઉપરવાસમાંથી 1300 ક્યૂસેક.પાણીની આવક થઈ રહી છે. જોકે શિયાળુ પાક જ નહીં ઉનાળુ પાક માટે પણ રાજ્યના ખેડૂતો પાણી માટે સક્ષમ છે. ત્યારે ખેડૂતોની જ્યારે જ્યારે પણ માંગ ઉઠશે તેમ તેમ રાજ્ય સરકાર નર્મદા કેનાલમાંથી પાણી છોડી ખેડૂતોને પાણી પહોંચાડશે. બે દિવસ પહેલા જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે નર્મદા નહેર કમાન્ડ વિસ્તારના ખેડૂતો માટે નર્મદા યોજનાની મુખ્ય નહેર પર સાબરમતી એસ્કેપ મારફતે સિંચાઈ માટે આશરે 980 ક્યુસેક પાણી છોડવાનો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.

સરકારના નિર્ણયથી અમદાવાદ જિલ્લાના ફતેવાડી નહેર કમાન્ડ યોજના વિસ્તારના દસ્ક્રોઇ, બાવળા, સાણંદ, ધોળકા અને વિરમગામ તાલુકાઓના આશરે 25,000 હેક્ટર વિસ્તારમાં તથા ખારીકટ નહેર યોજના કમાન્ડ વિસ્તારના બારેજા, દસ્ક્રોઇ અને માતર તાલુકામાં આશરે 2800 હેક્ટર વિસ્તારમાં સિંચાઇનું પાણી તાત્કાલીક અસરથી છોડવામાં આવેલ છે, જેથી આ વિસ્તારના ખેડૂતોને રવિ પાકો માટે 15 માર્ચ 2021 સુધી સિંચાઇના પાણીનો લાભ મળશે.

ડેમમાં 85 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત
સરદાર સરોવર નર્મદા બંધની હાલ 134.68 મીટર ની સપાટી છે. અને હાલ ઉપરવાસ થી પણ પાણીની આવક થઈ રહી છે. હાલ રીવરબેડ પાવર હાઉસના ટર્બાઇન જરૂરિયાત પ્રમાણે ચાલુ કરવામાં આવે છે. કેનાલ હેડ પાવર હાઉસના બે ટર્બાઇનો ચાલે છે. જે 13000 ક્યૂસેકની આવાસ સામે 10 હજાર ક્યૂસેક પાણી ખર્ચ કરે છે. એટલે પાણીની સપાટી હાલ સ્થિર છે.

અન્ય સમાચારો પણ છે...