દરખાસ્ત મંજૂર:કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા 1.93 કરોડની દરખાસ્ત મંજૂર

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નર્મદા કલેક્ટરના અધ્યક્ષપદે મળેલી બેઠકમાં કરાયેલી ચર્ચા-વિચારણા

ભારત સરકાર ધ્વારા નર્મદા જિલ્લાને એસ્પીરેશનલ જિલ્લો તરીકે જાહેર કરાયેલ છે. ત્યારે જિલ્લામાં લોકોને ઘર આંગણે જ સ્કીલને લગતી પ્રવૃત્તિઓ તથા સ્વરોજગારીના લાભો મળી રહે તે હેતુસર જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને સાહસિક્તા મંત્રાલય ધ્વારા સંકલ્પ પ્રોજેક્ટ (SANKALP) યોજના અંતર્ગત મહત્તમ 2 કરોડ સુધીની ફાળવણી અંગેની દરખાસ્ત મંગાવેલ હતી.

જે ને અનુલક્ષીને નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના અધ્યક્ષપદે આજે રાજપીપલા કલેક્ટરાલયના કોન્ફરન્સ હોલ ખાતે ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલયના સચિવની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમ દ્વારા નર્મદા જિલ્લાને 1.93 કરોડની ગ્રાન્ટની ફાળવણી અંગેની દરખાસ્તને મંજૂર કરાયેલ છે.

આ યોજના અંતર્ગત નર્મદા જિલ્લામાં પ્રવાસન, વાંસમાંથી તૈયાર થતી વિવિધ વસ્તુઓ, પ્રાકૃતિક ખેતી વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં લોકોને કૌશલ્ય તાલીમ અને સ્વરોજગારીના લાભો મળી રહેશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પીડી પલસાણા, નિવાસી અધિક કલેક્ટર એચકે વ્યાસ, આઇટીઆઇના આચાર્ય વીડી પટેલ અને ગુજરાત સ્કીલ ડેવલોપમેન્ટ મિશનના કન્સલ્ટન્ટ ચેતન પટેલ સહિતના સંબંધિત અમલીકરણ અધિકારીઓએ ઉક્ત બેઠકમાં ચર્ચા –વિચારણામાં ભાગ લીધો હતો. જિલ્લા કલેક્ટર સુચનો સાથે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...