તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેસ્ક્યૂ:ટ્રકમાં ભરીને લઈ જવાતા 16 પશુ મોવી ચોકડી નજીકથી છોડાવાયા

રાજપીપળા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ટ્રક સહિત 16.40 લાખના મુદ્દામાલ સાથે ત્રણને પકડ્યા
  • ટ્રકમાં પશુઓ માટે ઘાંસ ચારો કે પાણીની વ્યવસ્થા કરી નહોતી

ગુજરાતમાંથી રાજ્ય બહાર લઈ જવાતા 16 પશુને પોલીસે રાજપીપલાની મોવી ચોકડી પાસેથી મુક્ત કરાવ્યા છે. આ કામગીરીમાં પીએસઆઇ કે.કે. પાઠકની ટીમ દ્વારા ચેકીંગ કરવામાં આવતા ઝડપી પાડવામાં આવી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર સાગબારાનો અલ્તાફ રાજા ગુલમહમદ શેખ, સેલંબના તોફિક ઉર્ફે જુબેર કલીમ અને વલસાડ કરજણનો હસન સિંધી સહિતઓ લોકો એકજ ટ્રકમાં 16 જેટલા પશુને ખીચો ખીચ ભરીને દોરડાથી બાંધી ઉપર તાડપતરી ઉપર ઢાંકી હતી. જ્યારે પશુને ખુલ્લા રાખ્યા હતા પરંતુ તેમના માટે ટ્રકમાં પાણી કે ઘાંસચારાની પણ કોઈ વ્યવસ્થા કરી નહોતી. દરમિયયાન મોવી પાસે પીએસઆઇ કે.કે.પાઠકે તેમની ટીમને સાથે રાખી તપાસ હાથ ધર્યું હતું. જેમાં આ ટ્રક પકડાતાં RTO ના નિયમ હેઠળ પણ ગુનો નોંધી આ 16.40 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser