તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:નર્મદા જિલ્લા પંચાયતનું 155 કરોડનું બજેટ મંજુર

રાજપીપળા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિકાસને મહત્વ આપી કામે લાગી જવા તમામ સભ્યો અને અધિકારીઓને પ્રમુખ પર્યુષાબેન વાસવાની સૂચના

નર્મદા જિલ્લા પંચાયતમાં ભાજપનો 22 બેઠકોમાંથી 19 બેઠકો પર વિજય થયો છે.નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સહિતના હોદ્દેદારોની વરણી બાદ જિલ્લા પંચાયતના સભા ખંડમાં 25 મી માર્ચે બજેટ લક્ષી એક ખાસ સામાન્ય સભા મળી હતી. જે સભાના અધ્યક્ષ નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા, ઉપપ્રમુખ કિરણ વસાવા, કારોબારી ચેરમેન મમતા તડવી,પક્ષ ના નેતા મંજીભાઈ વસાવા, હિતેશ વસાવા સહિત ડીડીઓ નર્મદા અધિકારી જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોની ઉપસ્થિતમાં પ્રથમ ખાસ બજેટ લક્ષી સામાન્ય સભા મળી હતી. જેમાં નર્મદા જિલ્લા પંચાયતના તમામ ચૂંટાયેલા સભ્યોની ઉપસ્થિતિમાં 155 કરોડના પૂરાંતવાળું બજેટ સર્વાનુમતે મજૂર કરાયું હતું.

જિલ્લા પંચાયત ભવન ખાતે મળેલ બજેટ સત્રમાં જે પ્રમુખ તરફથી રજૂ થયેલ બજેટ ચર્ચા વિચારણાને અંતે નર્મદા જિલ્લા પંચાયતમાં વર્ષ 2021-22 દરમિયાન થનારી કુલ અંદાજીત 438.8 કરોડની આવક સામે વર્ષ 2021-22 દરમિયાન થનારી કુલ અંદાજીત 283.5 કરોડની જાવક અને 155.2 કરોડની અંદાજીત બંધસિલકનું મૂળ અંદાજપત્ર રજૂ કરાયું હતું. અત્રે એ ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લા પંચાયતને સ્વભંડોળ માંથી 5.84 કરોડ રૂપિયા, સરકારી વિભાગ માંથી 251 કરોડની અંદાજીત આવક થશે.ત્યારે અંદાજ પત્ર જાહેર કર્યા બાદ જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવા એ તમામ સભ્યો ને અને અધિકારીઓને વિકાસના અધૂરા કામો ને વેગ આપવા સાથે વિકાસને મહત્વ આપી તમામ લોકોના કામો પૂર્ણ કરવા સૂચના આપી હતી.

જિલ્લા પંચાયતમાં હવે વિપક્ષની ભૂમિકા રહશે !
આ વખતે નર્મદા જિલ્લા પંચાયતમાં વિપક્ષના કોંગ્રેસના 2 અને બિટીપીના 1 મળી ફક્ત 3 સભ્યો જ ચૂંટાઈને આવ્યા છે. જે જોતાં વિપક્ષના નેતાની નિમણૂંક થશે કે કેમ તે પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે.જો પ્રબળ વિપક્ષ હોય તો જ વિરોધ થાય અને વિરોધ થાય તો જ વિકાસ શક્ય છે. ત્યારે નર્મદા જિલ્લા પંચાયતને વિપક્ષ નેતા મળશે કે નહિં તેના પર સૌની મીટ મંડાઈ છે. વિપક્ષ નેતા જો ભાજપ મુકવાનું નક્કી કરે તો વિપક્ષમાં બેસવા પણ કોંગ્રેસ BTP એ ફરી ગઠબંધન કરવું પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો