તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેવાયજ્ઞ:1500 મણ લાકડા રાજપીપળા સ્મશાન ગૃહમાં ઠલવાયાં

રાજપીપલા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નર્મદા વન વિભાગે સૌથી વધુ લાકડાનું દાન આપી સેવાયજ્ઞમાં એક ઝરણું વહાવ્યું

રાજપીપલા સહિત નર્મદા જિલ્લા મા કોરોના વધતા જતા કેસોની સાથે મૃતકોની સંખ્યા ક્ર્મશ: વધી રહીછે. જે ચિંતાનો વિષય બન્યો છે. રોજે રોજ રાજપીપલા સ્મશાન ગૃહમા લાશોનો ઢગલો ખડકાઈ રહ્યો છે. ત્યારે મૃતક પરિવારો પણ કોરોનાના મૃતદેહો ને અડકે નહીં કે અગ્નીસંસ્કાર કરે નહીં ત્યારે સ્માશનમાં કોવિદના હરિજનો, અને રાજપીપલા વૈષ્ણવ વણિક સમાજના 6 જેટલા યુવકો નિશ્વાર્થ ભાવે અગ્નીસંસ્કારની સેવા આપી રહ્યા છે તો બીજી તરફ રાજપીપલા સ્મશાન ગૃહ નું સંચાલન રાજપીપલા ના બે સેવાભાવિ મિત્રો સ્વ.સુહાગ મહેતા અને હાલ દર્શક પરીખ કામ કરતા હતા. સુહાગ ભાઈ આ સેવા કરતા સ્વર્ગે સિધાવ્યા છે ત્યારે માનવતાવાદી આ સેવા અને સંચાલનની જવાબદારીસેવા ભાવિ યુવાન સંચાલક દર્શક પરીખ હાલ નિભાવી રહ્યા છે.

કરુણતા કહો કે વિચિત્રતા કહો પણ પહેલીવાર સ્મશાન ગૃહમા લાશોનો ઢગલો ખડકાયો છે. અગ્નિસંસ્કાર માટે લાઈનો લાગે છે.બીજા વેવ મા આજદિન સુધીમાં સ્મશાન ગૃહના સત્તાવાર આંકડા પ્રમાણે કૂલ 124ના અગ્નિ સંસ્કાર કરાયા છે. છેલ્લા એક સપ્તાહમાં 37ના અગ્નિ સંસ્કાર કરાયા છે.

ત્યારે એક મૃતદેહ દીઠ 15મણ લાકડાની જરૂર રહે છે અત્યાર સુધીમાં 2500મણ લાકડા ચિતામાં બળી ગયા છે હાલ સેવા ભાવિ લોકો પણ લાકડાનું ઉદાર હાથે દાન કરી રહ્યા છે. જેમાં હજરપુરા ના સેવાભાવી વ્યક્તિએ 100, મણ અને અન્ય ગ્રામ્ય વિસ્તારના એક દાતાએ પણ 100મણ લાકડાનું સ્મશાનને દાન કર્યું છે. તો બીજી તરફ નર્મદા વન વિભાગ પણ આ સેવાના યજ્ઞ મા જોડાયું છે.

કોરોના કાળમાં મૃતકો ની સંખ્યામાં વધારો થયો, રોજ સરેરાશ 6થી 8ના અગ્નિસંસ્કાર
એક વખત બે વર્ષ પહેલા જયારે કોરોના નહોતો ત્યારે મૃત્યુ ની સંખ્યા નહિવત હતી રાજપીપલા ના ઇતિહાસ મા પહેલીવાર સ્મશાન ગૃહમાં કોરોના કાળમાં મૃતકો ની સંખ્યામા અનહદ વધારો થઈ રહ્યો છે. જેમાં રોજના સરેરાશ 6 થી 8 મૃતકોના અગ્નિસંસ્કાર રાજપીપલા સ્મશાન ગૃહમા કરવામાં આવી રહ્યા છે. પહેલા વેવમાં 31જણાના અહીં અગ્નિ સંસ્કાર કરાયા હતા પણ બીજો કોરોનાનો વેવ એવો તો ખતરનાક નીકળ્યો કેરોના. કોરોના મા મૃતકોનો અગ્નિ સંસ્કાર રોજ સરેરાશ 6 થી 8 ના ના મોત થઈ રહ્યા છે.> દર્શક પરીખ, સંચાલક.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો