કોરોના બેકાબુ:નર્મદામાં કોરોનાના નવા 14 કેસ, કુલ આંક 1515 થયો

રાજપીપલા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દિવાળી બાદ જિલ્લામાં લોકલ સંક્રમણ વધ્યુ

નર્મદા જિલ્લામાં આવેલા પ્રવાસન સ્થળના કારણે અન્ય જીલ્લાઓમાંથી પ્રવાસીઓની અવર જવર વધી ગઇ છે.જેના કારણે એક તબક્કે જિલ્લામાં થંભી ગયેલી કોરોનાની ગતિ ફરીથી વધી છે. નર્મદા જિલ્લામાં હાલ ઠંડીનો પારો વધી રહ્યો છે. લોકોમાં શરદી ખાંસી વાઇરલ પણ વધી રહ્યો છે જેની તકલીફ વચ્ચે કોરોના ટેસ્ટ ણ એટલા આરોગ્ય વિભાગ કરી રહ્યા છે ત્યારે આજે વધુ 14 કોરોના કેશ પોઝિટિવ નોંધાયા છે. જેમાં નવાપરા 2, નવા રજુવાડીયા 1, જીતનગર 1, રાજપરા -1, ટેન્ટ સીટી કેવડિયા -1, CHC તિલકવાડા 1, ટીમબાપાડા 1, હાઉસિંગ બોર્ડ 1, કન્યા શાળા -2 સિવિલ હોસ્પિટલ -2, રાજપૂત ફળીયા સહીત કુલ 14 જેટલા કેશો પોઝિટિવ નોંધાયા છે. આમ અત્યાર સુધી નર્મદા જિલ્લામાં 1515 જેટલા કોરોના પોઝિટિવ કેશો નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...