તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:રાજપીપલા નગરપાલિકામાં 144 માંથી 123 ફોર્મ માન્ય: 21 ડમી ફોર્મ રદ થયા

રાજપીપળા17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મંગળવારેે ફોર્મ પાછું ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે
 • પાલિકાની ચૂંટણીમાં અપક્ષનો દબદબોઃ બીટીપીએ માત્ર એક ઉમેદવાર મેદાને ઉતાર્યો

નર્મદા જિલ્લાની એક માત્ર રાજપીપલા નગરપાલિકા માં સદસ્યોની ચૂંટણી માટે આગામી 28 તારીખે મતદાન યોજાશે. આ ચૂંટણીમાં કુલ 7 વોર્ડની 28 બેઠકો માટે 144 ફોર્મ ભરાયા હતા. ફોર્મ ચકાસણીના દિવસે ચૂંટણી અધિકારી કાર્યાલય ખાતે ઉમેદવારોની હાજરીમાં ફોર્મ ચકાસણી થઈ હતી. જેમાં 21 ફોર્મ અમાન્ય થયા છે. જયારે 123 ફોર્મ માન્ય ગણ્યા છે. જેમાં 28 ફોર્મ ભાજપના, 12 કોંગ્રેસના, 2 આપના તથા 1 બીટીપીના ઉમેદવારનું માન્ય રહ્યું છે. કુલ 80 અપક્ષ ઉમેદવારો હજી પણ મેદાનમાં છે.

મંગળવારે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે. ઉમેદવારોને ચિન્હ અને અનુક્રમ નંબર પણ ફાળવવામાં આવશે. તંત્ર દ્વારા આ વખતે ઈવીએમ અંગે ખાસ માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે. આ બાબતે ચૂંટણી અધિકારી કે.ડી ભગતે જણાવ્યું હતું કે આજે 23 જેટલા ફોર્મ જે ડમી હતા તે રદ કરવામાં આવ્યા છે. બાકી કોઈ ઉમેદવારનું ફોર્મ રદ થયું નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો