કોરોના કાળ:કોન્ફરન્સ માટે 1.20 લાખ માસ્ક અને 5 હજાર સેનિટાઇઝર બોટલ મગાવાઇ

રાજપીપળા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રી રૂપાણી સહિતના મહાનુભાવે દ્વારા રાષ્ટ્રપતિનું સ્વાગત કરાયું. - Divya Bhaskar
મુખ્યમંત્રી રૂપાણી સહિતના મહાનુભાવે દ્વારા રાષ્ટ્રપતિનું સ્વાગત કરાયું.
  • કેવડિયામાં ઓલ ઇન્ડિયા પ્રિ-સાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સનો પ્રારંભ

કેવડિયા ટેન્ટ સિટી-2 ખાતે યોજાઈ રહેલી 80 મી ઓલ ઈન્ડિયા પ્રિ-સાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે કરાયું હતું. આ પરિષદના સમય પત્રકની સાથે 26મી નવેમ્બરે ઊજવાતા સંવિધાન સ્વીકાર દિવસનો પણ સુભગ સમન્વય નોંધપાત્ર બાબત બની રહી છે. બીજી તરફ કોન્ફરન્સમાં 1.20 લાખ માસ્ક, સેનેટાઇઝરની 5 હજાર બોટલ તેમજ 20 હજાર ગ્લવ્ઝની વ્યવસ્થા કરાઈ હતી. સંક્રમણ ન લાગે તે માટે કોન્ફરન્સમાં હાજર 1500 જેટલા લોકો માટે કિટની મગાવાઈ હતી.

કોરોનાનું સંક્રમણ ન લાગે તે માટે કોન્ફરન્સમાં હાજર 1500 લોકો માટે કિટ
આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું કે, વિશ્વના અનેક દેશોમાં લોકશાહી સામે સવાલો ઊઠી રહ્યા છે, ત્યારે ભારતની લોકશાહી અખંડ અને મજબૂત છે. ભારત લોકશાહીનું જનક છે. એક સમયે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી હતું. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા છે. સંવિધાન દિવસનું આપણા માટે વિશેષ મહત્વ છે. ભારતમાં લોકતંત્રના પાયા મજબૂત છે. છેલ્લા કેટલાક વર્ષોમાં લોકોની અપેક્ષા લોકપ્રતિનિધિઓ પાસેથી વધી છે. સશક્ત લોકતંત્ર આ સંમેલનનો ઉદ્દેશ હોવો જોઈએ. તેમણે પ્રાચિન લોકશાહીની પણ જાણકારી આપી હતી.

ગુજરાતે પ્રથમ સ્થાન જાણવી રાખ્યું : રૂપાણી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સમાન બંધારણના સિદ્ધાંતોને અનુસરીને, સંસદીય પ્રણાલીમાં ગૃહ લોકસભા અને સંસદનો સમાવેશ થાય છે, જે લોકશાહીના સુપ્રીમ મંદિર સમાન છે. વિશ્વના સૌથી પ્રાચીન બંદરના મેન્યુફેક્ચરિંગ હબ, ઉદ્યોગો અને લોથલ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સી-પ્લેન સાથે ગુજરાતે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે.

બંધારણની રચનામાં સરદારની પ્રેરણાઃ બિરલા
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું હતું કે, સંવિધાનની રચનામાં સરદાર પટેલની પ્રેરણા છે. સંસદમાં લોક અવાજ મજબૂતાઈથી ઉભરે. ન્યાયપાલિકા, કાર્યપાલિકા તથા વિધાયિક સાથે રહી સંકલન રાખી સુદ્રઢ બની કામ કરે.લોકતંત્રમાં મતમતાંતર હોઈ શકે, તેમાં સુધારણા લાવી, આ અંગે વિચાર કરે તે આ સમારોહનો ઉદ્દેશ છે.

ચારિત્ર્ની જગ્યા ભ્રષ્ટાચાર લઈ રહ્યું છેઃ નાયડુ
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે, અત્યારે ચારિત્ર્યની જગ્યા ભ્રષ્ટાચાર લઈ રહ્યું છે તે પર ગંભીર ચિંતન કરવું રહ્યું.રાજકીય પક્ષો આ માટે ચિંતા અને ચિંતન કરે. સાંસદોની હાજરી, કામગીરી ઉપર ધ્યાન આપવામાં આવે. તમામને મારી અપીલ છે કે લોકતંત્રની મજબૂતી માટે આપણે એક થઇએ. ડીબેટ, ડિસ્કસ અને ડીસિસન ઉપર ધ્યાન આપીએ. બંધારણના આ ત્રણેય પાસાનું કામ અસરકારક ઢબે અમલમાં લાવીએ.

અન્ય સમાચારો પણ છે...