તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ડભોઇ યુવા ભાજપ ઉપપ્રમુખ સાથે 12 શખ્સો જુગાર રમતા ઝડપાયા

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા એલસીબીએ તિલકવાડાથી પકડી સ્થાનિક પોલીસને સોંપ્યાં
  • મોંઘી બાઈક સાથે કુલ રૂપિયા 2.52 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

તિલકવાડાના મારૂંડીયા ગામની સીમમાં કેટલાક શખ્સો જુગારની મહેફિલ જમાવી હતી. જેની નર્મદા જિલ્લા એલસીબીની ટીમને જાણ થતાં સ્થળ પર રેઈડ કરતા દોડધામ મચી હતી.જેમાં ડભોઈ યુવા ભાજપ ઉપપ્રમુખ હાર્દિક મોચી ઉર્ફે ચૌહાણનો પણ સમાવેશ થાય છે.

તેની સાથે દિવાન બિસ્મિલાહ શાહ બચુ શાહ (રહે, ડભોઈ), મન્સૂરી ઈમરાન સલીમ (રહે.સંખેડા), મહેશ ગોવિંદ રબારી (રહે.સંખેડા), નરેન્દ્ર શંકરલાલ દરજી (રહે.બહાદુરપુર), આશિષ સુનિલ શાહ (રહે.ડભોઈ), કૃણાલ કિરીટ પટેલ (રહે.તિલકવાડા), તુષાર નરસિંહ વસાવા (રહે.ડભોઈ), ભીખા વિરમ પરમાર (રહે.કારેલી), રક્ષિત વીપીન પટેલ (રહે.ગુંદીયા), સંજય ખોડા રાવલ (રહે.જલોદરા) તથા મિતેષ જેન્તિ માછી (રહે. તિલકવાડા)ને પકડી પાડ્યા હતા.

તેમની પાસેથી રોકડા રૂા.71,020, 12 નંગ મોબાઈલ 51,000 રૂપિયા તથા 1.30 લાખની બાઈક મળી કુલ 2.52 લાખના મુદ્દામાલ સાથે 12 ખેલીની ધરપકડ કરી તિલકવાડા પોલીસને સોંપી દીધા હતા.વડોદરા જિલ્લા યુવા ભાજપ અગ્રણી જણાવ્યું હતું કે, ડભોઈ નગર યુવા ભાજપ ઉપપ્રમુખ હાર્દિક ચૌહાણ જુગાર રમતા પકડાયા તે મને જાણવા મળ્યું નથી. જો આ બાબતમાં કોઈ તથ્ય હશે તો વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સાથે ચર્ચા કર્યા બાદ અમે કાર્યવાહી કરીશું.

અન્ય સમાચારો પણ છે...