તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:45 વર્ષથી વધુની વયના 1060 લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો

રાજપીપલા18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નર્મદા જિલ્લામાં રસીકરણ અભિયાનમાં ભાગ લેવા તંત્રની અપીલ

નર્મદા જિલ્લા માં કરોનાનું સંક્રમણ વધી રહ્યું છે રોજના 20 થી વધુ કેશો નોંધાઈ રહ્યા છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા જેમ બને તેમ વધુ લોકોને કોરોના વિરોધી રસી આપવાની કામગીરી ચાલુ છે. ત્યારે રાજપીપલા શહેરના વેપારીઓ, દુકાનદારો,શાકભાજીવાળાઓ તેમજ જિલ્લાના પ્રજાજનો રસીકરણનો સરળતાથી લાભ લઇ શકે તે હેતુસર રાજપીપલાની બેંક ઓફ બરોડા, કસ્બાવાડ જમાતખાના શાકમાર્કેટ સહિત જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ-260 જેટલાં કેન્દ્રો ખાતે કોવિડ-19ના ટેસ્ટ અને કોરોના વિરોધી રસીકરણ અભિયાન હાથ ધરાયું છે.

આજે બપોરના 2 વાગ્યા સુધીમાં 45 વર્ષથી વધુની વયનાં 1060 જેટલાં લોકોને કોરોના વિરોધી રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જિલ્લામાં આજે બપોરના 2 વાગ્યા સુધીમાં RTPCR-187 અને એન્ટીજન રેપીડ ટેસ્ટ- 330 કરાયાં છે.

જિલ્લા આરોગ્ય વિભાગના એપેડેમીક મેડીકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપે જણાવ્યું હતું કે, રાજપીપલા નગરપાલિકા વિસ્તારમાં બેંક ઓફ બરોડા સહિત 7 વોર્ડમાં આરોગ્યતંત્રની 7 ટીમો કામ કરી રહી છે, જેમાં વેપારીઓ અને દુકાનદારોનો કોવિડ-19 નો ટેસ્ટ સરળતાથી થઇ શકે અને કોરોના સામે રક્ષણ મેળવી શકે તે માટે પૂરતી સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. 3 જી ના રોજ વેપારીઓ અને દુકાનદારોના અંદાજે 1 હજાર કોવિડ ટેસ્ટ થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો