તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:કેવડિયામાં ઇ-રિક્ષાઓ માટે 100 મહિલાઓને તબક્કાવાર તાલીમ, તમામ ઇ-રિક્ષાનું સંચાલન સ્થાનિક આદિવાસી મહિલાઓને સોંપાયું

રાજપીપલા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા પ્રાયોગિક ધોરણે 10 જેટલી ઇ-રિક્ષાનું થયુ લોકાર્પણ કરી મહિલાઓને સંચાલન સોંપવામાં આવ્યુ હતું. - Divya Bhaskar
સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા પ્રાયોગિક ધોરણે 10 જેટલી ઇ-રિક્ષાનું થયુ લોકાર્પણ કરી મહિલાઓને સંચાલન સોંપવામાં આવ્યુ હતું.
  • SOU ઓથોરિટીએ પ્રાયોગિક ધોરણે 10 ઇ-રિક્ષાનું લોકાર્પણ કર્યું

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા નું સ્થળ કેવડિયા ઇકો-ટુરીઝમનાં વિકાસ થકી આ સમગ્ર આદિવાસી વિસ્તારની સામાજિક આર્થિક પ્રગતીને પ્રોત્સાહન આપવા અનેકવિધ પ્રવાસીય પ્રકલ્પ અમલમાં મુકયા છે. સાથે સ્થાનિકોને રોજગારી આપવાનું ઉદાહરણરૂપ કાર્ય પણ થયુ છે.પ્રવાસન સ્થળનો વિકાસ પર્યાવરણીય જાળવણી તથા સંનર્ધન સાથે થાય તે પ્રધાનમંત્રીની દુરંદેશીભરી નિતી રહી છે. આ દિશામાં અજોડ કદમ ઉઠાવતા ગત 5 જુન 2021નાં રોજ વિશ્વ પર્યાવરણ દિવસનાં રોજ પ્રધાનમંત્રી સ્ટેચ્યુ વિસ્તારમાં વિસ્તારમાં પ્રદુષણ ઓછુ થાય તેવા શુભ આશયથી બેટરી સંચાલિત વાહનો ચલાવવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો.

જેને સાકાર કરતા આજથી 10 જેટલી મહિલા સંચાલિત ઇ-રીક્ષાનું આજે પ્રાયોગિક ધોરણે અમલીકરણ કરવામાં આવ્યુ છે. આ માટે કેવડીયા સ્થિત એકતા સ્કીલ ડેવલોપમેન્ટ કેન્દ્ર ખાતે 60 સ્થાનિક આદિવાસી મહિલાઓને ઇ-રીક્ષા પરિચાલનની વિધિસરની તાલીમ અપાઇ છે. હાલમાં 27 જેટલી મહિલાઓની બીજી બેચને પણ ઇ-રીક્ષા ચલાવવાની તાલીમ આપવામાં આવી રહી છે. આજથી ઇ-રીક્ષાની શરુઆત કરવામાં આવતા ચાલક મહિલાઓમાં ઘણી ખુશી છવાઇ હતી.

ઇ-રિક્ષાથી અમને રોજગારી મળી રહી છે
સરકાર દ્વારા કેવડિયાને પ્રથમ ઈ વિહિકલ ઝોન બનાવવાનો હોય હવે કેવડિયામાં હવે ઈલેક્ટોનિક રીક્ષા, બસ સ્કૂટરો ફરશે. જેમાં પિન્ક રીક્ષા અમારી 10 બેહેનોને આપવામાં આવી છે.જેનાથી અમને રોજગારી મળી રહી છે. અમે 60 બહેનોએ તાલીમ લીધી છે, જે તમામને પિન્ક ઈ -રીક્ષા અપાશે. હાલ 27 બહેનો હજુ તાલીમ હેઠળ છે. આ યોજનાથી અમારી આર્થિક મદદ મળશે. - મીનાબેન તડવી,આદર્શનગર,ગોરા

અન્ય સમાચારો પણ છે...