રસીકરણ:નર્મદામાં 551 ગામો પૈકી 312માં પ્રથમ ડોઝ માટે 100% રસીકરણ

રાજપીપલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાની 6.5 લાખની વસ્તી સામે 5.71 લાખનું વેક્સિનેશન પૂર્ણ
  • એકજ દિવસમાં 210 કેન્દ્રો ખાતે વેક્સિનેશન મહાઅભિયાન યોજાયું

નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ. શાહના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાની રાહબરી હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારી ડો કે.પી પટેલ સાથે આખી ટીમ દોડી રહી છે.વેક્સિનેશનની જવાબદારી અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.વિપુલ ગામીતને સોંપાઈ છે. માઈક્રોપ્લાનિંગ કરીને રાજપીપલા કોવિડ-19 હોસ્પિટલ સહિત જિલ્લામાં કુલ-210 કેન્દ્રો ખાતે વેક્સિનેશન મહાઅભિયાન યોજાયું જેમાં તબક્કાવાર ઓનલાઈન કરી વેકસીન નો પ્રથમ અને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

17 સપ્ટેમ્બરે જિલ્લામાં 38,500 લોકોને વેક્સિનેશનમાં આવરી લેવાના લક્ષ્યાંક સામે 5,444 વ્યક્તિઓને વેક્સિનનો પ્રથમ ડોઝ અને 7,921 વ્યક્તિઓને કોરોના વેક્સિનના બીજા ડોઝ હેઠળ આવરી લેવાયાં હતા.અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. વિપુલ ગામીતે જણાવ્યું હતું કે નર્મદામાં 18 થી વધુની વયના 3,85,100 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 1,86,710 વ્યક્તિઓને કોરોના વેક્સિનનનો બીજો ડોઝ આજદિન સુધી અપાયો છે. જિલ્લામાં કુલ 5,71,810 વ્યક્તિઓને વેક્સિનેશનની રસી અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...