વેક્સિનેશન:નર્મદાના 587 ગામમાં પ્રથમ ડોઝનું 100 % વેક્સિનેશન

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોવિડ વેક્સિનેશનના બીજા ડોઝમાં 2.57 લાખના લક્ષ્યાંક સામે 2.38 લાખ લોકોને વેક્સિન અપાઈ

નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ. શાહના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાની રાહબરી હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા નર્મદા જિલ્લામાં 18 થી વધુની વયની એકપણ વ્યક્તિ કોરોના પ્રતિરોધક રસીથી વંચિત ન રહે તે હેતુસર રાજપીપલા શહેર સહિત જિલ્લાનાં 587 ગામોમાં કોરોના રસીના પ્રથમ ડોઝનું 100 ટકા વેક્સીનેશન પૂર્ણ કરાયું છે.

જિલ્લામાં 18 થી વધુની વયની વ્યક્તિ નિયત કરાયેલા સમયગાળા દરમિયાન સમયસર રસીનો બીજો ડોઝ લઇ શકે તે હેતુસર જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સબ-સેન્ટરો સહિત જિલ્લાના કુલ-162 જેટલાં સ્થળોએ જુદી-જુદી 162 જેટલી આરોગ્ય કર્મીઓની ટૂકડીઓ દ્વારા કોવિડ વેક્સીનેશનની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે. કોવિડ વેક્સીનેશનના બીજા ડોઝમાં આજદિન સુધીમાં 2,5/,273 એલિજિબલના લક્ષ્યાંક સામે 2,38,824 જેટલા લોકોને વેક્સીનેટ કરાયાં છે, આમ નર્મદા જિલ્લાએ કોવિડ વેક્સીનેશનની બીજા ડોઝની 92 ટકા કામગીરી કરી પૂર્ણ કરી છે.

આ બાબતે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.વિપુલ ગામીતે જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં કોવિડ વેક્સીનેશન મહાઅભિયાન અંતર્ગત હાલમાં રાજપીપલા સહિત નર્મદા જિલ્લાના 587 જેટલાં ગામોમાં પ્રથમ ડોઝની 100 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લાના પદાધિકારીઓના સંકલન થકી નિયત કરાયેલા સમયમાં કોવિડ-વેક્સીનેશનનો બીજો ડોઝ પણ સમયસર લઇ લે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. કોવિડ વેક્સીનેશન માટે જે લોકો એલિજિબલ હોય તેવા લોકોને પણ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા ફોન કરીને રસી લેવા માટે બોલાવવામાં આવી રહ્યાં છે. લોકો તરફથી પણ રસી લેવા માટે સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. ત્યારે ડૉ.વિપુલ ગામીતે કોવિડ વેક્સીનેશન માટે જે લોકોએ પ્રથમ ડોઝ લઇ લીધો છે તેવા લોકોને સમયસર નજીકના કેન્દ્ર પર રસીનો બીજો ડોઝ લઇ લેવા અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...