તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા શરૂ કરવાની તૈયારી:વડોદરાથી ચાંદોદ થઈ સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધી પહોંચવા 10 વિશેષ ટ્રેનો દોડાવાશે, જાન્યુઆરીમાં પ્રવાસીઓ માટે ટ્રેન સુવિધા શરૂ કરવાની તૈયારી

રાજપીપળા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસન સ્થળને વેગ આપવામાં તમામ પ્રકારની ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા કરવામાં આવી છે.બસની સુવિધા સાથે સી પ્લેનની સુવિધા ઉભી કરાઈ છે અને હવે ટ્રેન સેવા પણ શરૂ કરાશે,691 કરોડના ખર્ચ 80 કિલોમીટરની રેલ્વે લાઈન અને રેલ્વે સ્ટેશન તૈયાર થશે.વડોદરાથી ડભોઈ 39 કિલોમીટરની લાઈન, તેમજ ડભોઈથી ચાંદોદ 18 કિમીનો ટ્રેક તૈયાર થઈ ગયો છે.ચાંદોદથી કેવડિયા 32 કિમીનું કામ ચાલી રહ્યું છે. કેવડિયાનું અદ્યતન સુવિધાથી સજ્જ ઈકો ફ્રેન્ડલી, વોટર હાર્વેસ્ટિંગ અને સોલાર સિસ્ટમથી સંચાલિત રેલવે ભવનનું કામ પૂર્ણતાના આરે છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે આ ભવનનું ખાતમુહૂર્ત 6 જૂન 19 ના રોજ કરવામાં આવ્યું હતું.જેને 31 ડિસેમ્બર 2020 પહેલાં પૂર્ણ કરવા તંત્ર દ્વારા કવાયત ચાલી રહી છે, 20 કરોડના ખર્ચે ભારતનું એકદમ આધુનિક અને ઈકો ફ્રેન્ડલી રેલવે ભવન બનાવવામાં આવશે, સ્ટેશનની છત પરથી 200 કિલોવોટ સુધી વીજ ઉત્પાદન થવાનું સંભાવના છે.જેના માટે સોલાર પેનલો ગોઠવવામાં આવશે, કેવડિયા ખાતે અદ્યતન સુવિધા સજ્જ રેલવે ભવન બનાવવાની કામગીરીનો પ્રારંભ કરી આગામી 2020 માં પૂર્ણ થશે જે વિશાળ રેલવે ભવન, મોટું જંક્શન સાથે કર્મચારીઓનું સ્ટાફ ક્વાટર્સ, રેલવે મેન્ટેનન્સ વિભાગ સહિત વિભાગોના બિલ્ડીંગો બનાવવાની કામગરી ચાલી રહી છે. હાલમાં દિવસ રાત કામ ચાલી રહ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser