તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:SOU જેવી જ બોગસ સાઇટ પરથી ટિકિટ ખરીદનાર શખ્સ સાથે રૂ. 3 લાખની ઠગાઇ

કેવડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સોશિયલ મીડિયા પર SOUની ટિકિટ માટે સર્ચ કરતાં ગઠિયાનો સંપર્ક નંબર મળ્યો

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓની ટિકિટ હાલમાં કોરોના કારણે માત્ર ઓનલાઇન જ મળે છે જેને લઇને કેટલાક છેતરપિંડી કરનારા સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવી ખોટી સોશિયલ મિડીયાની સાઇટો મારફતે લોકોને છેતરી રહ્યા છે.

નર્મદા જિલ્લાના કેવડિયા કોલોનીમાં રહેતા એક વ્યક્તિને સ્ટેચ્યુ ઓફ યુનિટી ટિકિટ લેવા જતા ત્રણ લાખ ગુમાવવાનો વારો આવતા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર ધીરાભાઈ માનાભાઈ ડામોર એ પોતાના ઓનલાઇન ટિકિટ ખરીદી કરવાની હતી તેઓ ઓનલાઇન ટિકિટ માટે youtube પર સર્ચ કરતા હતા ત્યારે youtube પર સર્ચ દરમિયાન એક માહિતી મળી હતી જેમાં એક કોલ સેન્ટરનો નંબર હતો અને આ કોલ સેન્ટર નંબર પર તેમણે ફોન કરતાં તેઓને એવું વાતચીત કરી બેન્ક એકાઉન્ટ ની વિગતો લઈ 305951 રૂપિયા ઓન લાઈન પડાવી લીધા છે.

કેવડીયા પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર ફરીયાદી સ્ટેચ્યુ ઓફ યુનિટી માટેની ઓનલાઇન ટિકિટ ખરીદવા માટે તેઓ ઓનલાઇન સચિન કર્યાતા youtube પર ત્યારે તે દરમિયાન તેમને એક youtube પર સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે નો કોલ સેન્ટરનો નંબર મળ્યો હતો.તે નંબર પર વાત કર્યા બાદ અલગ અલગ મોબાઈલ નબરોનો ઉપયોગ કરી છેતરપીંડી કરનારાઓએ ફરિયાદી ધીરાભાઈ ડામોર નાએક્સીસ બેન્કના એકાઉન્ટમાંથી 147582 અને એસ બી આઈ ના એકાઉન્ટ ફોન પે સાથે જોડાયેલું હતું જેમાંથી 158369 રૂપિયા ની છેતરપીંડી કરી છે.

જે બાબતે કેવડીયા પોલિસે આઈ પી સી કલમ 406,419,420,465 ,468 તેમજ આઈ ટી એક્ટ કલમ 66 ડી મૂંજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...