તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરવે:SOU એરિયા ડેવલોપમેન્ટના ગામોને 30 દિ’માં સુવિધા અપાશે

કેવડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓથોરિટી વિસ્તારમાં આવતા ગામોનો ટ્રાયબલ સબ પ્લાન દ્વારા સરવે

આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલોપમેન્ટ એન્ડ ટુરીઝમ ગવર્નન્સ ઓથોરીટીમાં સમાવિષ્ટ ગામોમાં રહેતા લોકોની સુખાકારીમાં વધારો થાય તે હેતુસર સરવેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં હાલ અમલમાં હોય તેવી સરકારી યોજનાઓને ધ્યાને રાખી જે વ્યકિતઓને વ્યકિતગત તથા સામુહિક લાભો મળેલ ન હોય તેવી વ્યકિતઓની ઓળખ કરી તમામને આ વિકાસ ઝુંબેશમાં 30 દિવસમાં લાભ આપવા કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ તમામ ગામોમાં રહેતા જે લોકો પાસે આધારકાર્ડ, રેશનકાર્ડ, ચૂંટણી કાર્ડ, મા-અમૃત્તમ કાર્ડ, પીવાના પાણીની સગવડ, ઘરમાં વીજળી કનેકશન વગેરે ના હોય તેવા લોકોને આ સગવડ પહોંચાડવાનો ઉદ્દેશ છે. વૃધ્ધ સહાય, વિધવા સહાય તેમજ દિવ્યાંગ સહાય માટે આ સર્વે કરી તેઓ સુધી પહોંચાડવાનો સરકાર દ્વારા પ્રયત્ન શરૂ કરાયેલ છે. તદ્દઉપરાંત, સરકારની રોજગારલક્ષી યોજનાઓ દ્વારા કુટુંબના સભ્યોને તેમની રૂચિ મુજબની તાલીમ આપી તથા જે લોકોમાં રોજગાર મેળવવાની કુનેહ છે, તેવા લોકોને રોજગારલક્ષી કીટ આપી શકય તેટલી વ્યકિતઓને રોજગારી પુરી પાડવા પ્રયત્નો શરૂ કરવામાં આવી રહી છે.

લોકોને વિકાસમાં સહયોગ માટે અપીલ કરી
નર્મદામાં આ કામગીરી શરૂ કરતા પહેલાં બનાસકાંઠાના અમીરગઢમાં આ પ્રકારે થયેલી કામગીરીમાંથી પ્રેરણા લઇને શરૂ કરાઇ છે. જેમાં 30 દિવસમાં 30 હજાર વ્યકિતઓને વ્યકિતગત લાભ ઘરે-ઘરે લાભ પહોંચાડ્યા છે. જેથી સરકાર દ્વારા ચાલતી સરવેની કામગીરીમાં વિસ્તારના લોકોએ સહકાર આપવો જોઈએ > બી.કે. પટેલ,પ્રાયોજના વહીવટદાર.

અન્ય સમાચારો પણ છે...