તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેવડિયા ફેન્સિંગ વિવાદ:મહિલાનો કપડાં ઉતારી વિરોધ કરવાનો પ્રયાસ; મહિલાઓની SOU, નર્મદા નિગમ વિરૂદ્ધ માનવ અધિકાર પંચમાં ફરિયાદ

કેવડિયા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિરોધ કરી રહેલી મહિલાઓની પોલીસે અટકાયત કરી, ટોળા સામે ગૂનો

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં અગાઉ તાર-ફેનસિંગ કામગીરી મામલે નર્મદા નિગમ અને સ્થાનિક આદિવાસીઓ વચ્ચે બોલાચાલી થતી જ રહેતી હતી. જો કે વિવાદ વધતા સરકારે તાર-ફેનસિંગની કામગીરી બંધ રાખી હતી. હવે ફરી નર્મદા નિગમના અધિકારીઓ કેવડિયા વિસ્તારની જમીનનો સર્વે કરી રહ્યા હતા, દરમિયાન 15થી 20 જેટલા સ્થાનિક આદિવાસીઓના ટોળાએ એ કામગીરી બંધ કરાવવાનો પ્રયત્ન કરતા.

અધિકારીઓ પોલીસ અને સ્થાનિક આદિવાસીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.એક તબક્કે વિરોધ કરી રહેલી મહિલાઓએ જાહેરમાં કપડાં ઉતારવાનો પ્રયાસ કરતાં મહિલા પોલીસે પકડી લીધી હતી મામલો વધુ ગરમાતા પોલીસે એ ટોળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

નર્મદા નિગમના અધિકારીઓ પોલીસ પ્રોટેક્શન સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના કેવડિયામાં જમીનના સર્વે નંબર 449માં સર્વેની કામગીરી કરી રહ્યા હતા.ત્યારે કેવડિયાના રેવજી ઉક્કડ તડવી, પ્રવીણ રેવજી તડવી સહિત 15 થી 20 જેટલા લોકોના ટોળાએ ત્યાં આવી અધિકારીઓ સામે રોષ વ્યકત કરી કામગીરી બંધ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...