મુલાકાત:એકતાની પ્રતિમાના સ્થળે આવીને ગૌરવ થાય છે

કેવડિયા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રીય સ્ટીલમંત્રી રામચંદ્ર પ્રસાદસિંહ SOUની મુલાકાતે, પ્રતિમાને ભાવાંજલી અર્પી

કેવડીયા ખાતે આયોજીત ભારતના સ્ટીલ મંત્રાલયની સંસદીય સમિતિની બેઠકમાં હાજરી આપવા આવેલા કેન્દ્રીય સ્ટીલમંત્રી રામચંદ્ર પ્રસાદ સિંહ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. તેમની સાથે SOUના ડે.કલેક્ટર નિલેશ દુબે હાજર રહીને સમગ્ર માહિતી પૂરી પાડી હતી. કેન્દ્રીય સ્ટીલમંત્રીએ સરદાર વલ્લ્ભભાઇ પટેલની અતિ વિરાટ પ્રતિમાની પાદપૂજા કરી ભાવવંદના કરી હતી. ત્યારબાદ 135 મીટરની ઊંચાઈએ આવેલ પ્રતિમાના હદયસ્થાનેથી અદભૂત નજારો પણ માણ્યો હતો.

તદ્દઉપરાંત વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી, સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી. તેઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની નોંધપોથીમાં નોંધ્યુ હતુ કે, એકતા પ્રતિમા સ્થળે આવીને ખુબ ગૌરવ અનુભવું છું.

સ્ટેચ્યુના નિર્માણમાં જે રીતે લોહા અભિયાનમાં દેશના લોકોએ એકસાથે યોગદાન આપ્યુ હતુ આ એક ઐતિહાસિક છે અને આવનારી પેઢીને સદીઓ સુધી ભારતની એકતાનો સંદેશ આપતી રહેશે. એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના સરદાર સાહેબે રાખી હતી.,તેને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી સાકાર કરી રહ્યા છે.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજીની રાહબરી હેઠળા જે કાર્ય થયુ છે જે ખરેખર અદ્રિતિય છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ થઇ રહેલા વિકાસથી હુ ખુબ જ પ્રભાવિત છું.આપણે બધાએ સાથે મળી દેશને મજબૂત અને શ્રેષ્ઠ બનાવવા માટે શ્રેષ્ઠ પ્રયત્ન કરવો જોઈએ. ભારતનાં દરેક નાગરિકને હું કહેવા માંગીશ કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરે.

આ ઉપરાંત મંત્રીએ જંગલ સફારી, આરોગ્ય વન,એકતા નર્સરી, કેકટસ ગાર્ડન.બટરફ્લાઇ ગાર્ડન, શ્રેષ્ઠ દ્રશ્યમ, વિશ્વ વન,વેલી ઓફ ફ્લાવર સહીતનાં પ્રવાસીય સ્થળોની મુલાકાત લીધી હતી.તમામ જગ્યા પર જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે ઝીણવટભરી માહિતી આપી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ તરફથી નાયબ કલેકટર નિલેશ દુબે એ મંત્રી રામચંદ્ર પ્રસાદ સિંહને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતી અને કોફીટેબલ બૂક સ્મૃતિરૂપે અર્પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...