તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંબોધન:2022ના વાઇબ્રન્ટ સમિટની થીમ ક્લીન એનર્જી અને ટુરિઝમ રખાશે

કેવડિયા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
CM ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમમાં વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. - Divya Bhaskar
CM ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમમાં વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા.
  • ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી વર્ચ્યૂઅલી જોડાયા
  • રશિયાના સખા-યાકુત્યા પ્રજાસત્તાક રાજ્ય સાથે વર્ચ્યૂઅલ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજાઈ

કેવડિયામાં ભાજપની કારોબારીમાં ભાગ લેવા આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી ઈસ્ટર્ન ઇકોનોમિક ફોરમમાં વર્ચ્યુઅલ જોડાઈને સહભાગી થયા હતા. ગુજરાત અને રશિયાના સખા પ્રજાસત્તાક રાજ્ય વચ્ચે યોજાઇ રહેલી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સને તેમણે સંબોધી હતી. બીજી તરફ 2022માં વાઇબ્રન્ટ સમિટની થીમ ક્લીન, એનર્જી અને ટુરિઝમ રખાશે.

મુખ્યમંત્રીએ કોન્ફરન્સમાં સખા-યાકુત્યા પ્રજાસત્તાક રાજ્યના વડા શ્રીયુત એઝન નિકોલાઇ અને તેમના સહયોગીઓ સાથે ગુજરાત-સખા યાકુત્યા વચ્ચે વિકાસના ક્ષેત્રોમાં સહભાગીદારી અંગે પરામર્શ કર્યો હતો. તેમણે ખાસ કરીને ડાયમન્ડ, સિરામિક્સ, ટિમ્બર અને ફાર્માસ્યૂટિકલ સેક્ટરમાં સહયોગની ઉત્સુકતા દર્શાવી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, ભારતે રશિયન ફાર ઈસ્ટ સાથેના રિજિયોનલ કોલોબરેશનને વેગ આપવા ઘડેલા ‘એક્ટ ફાર ઈસ્ટ’માં સહભાગી થવાનું ગૌરવ ગુજરાતને મળ્યું છે. 224 બિલિયન ડોલરના જીડીપી સાથે ગુજરાત અગ્રણી ઔદ્યોગિક પ્રગતિશીલ રાજ્ય બન્યું છે. સાથે દેશમાં સૌથી વધુ 22 બિલિયન ડોલર જેટલું FDI 20-21માં ગુજરાતે મેળવ્યું છે.

ઉપરાંત આગામી વર્ષના મધ્ય બાદ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ તૈયાર થઈ જશે, તેથી 2022ના પ્રથમ વર્ષમાં નવા ઉદ્યોગો માટે પ્લેટફોર્મ તૈયાર કરવા યાત્રા તથા સૌપ્રથમ સક્ષમ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ યોજાશે, જેમાં આ વર્ષની થીમ ક્લીન એનર્જી તથા ટૂરિઝમ હશે. 1 ઓક્ટોબરે દુબઈ એક્સપો યોજાવાનો છે, જેમાં હાજર વૈશ્વિક કંપનીઓને વાઈબ્રન્ટમાં આવવા આમંત્રિત કરાશે.

ઓક્ટોબરમાં CM દુબઈ એક્સ્પોમાં ભાગ લેવા જઈ શકે
રાજ્યનું આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિત્વ વધુ મજબૂત બનાવવા મુખ્યમંત્રી ઓક્ટોબરમાં દુબઈ એક્સ્પોની મુલાકાત લઈ શકે છે. જ્યાં ગુજરાતનો સ્ટોલ ઊભો થઈ શકે છે. વૈશ્વિક ઉદ્યોગપતિઓ વાઈબ્રન્ટ ગુજરાત સમીટમાં સામેલ થાય અને સંરક્ષણ ઉત્પાદનો સાથે જોડાયેલા ઉદ્યોગો આવે એ નિશ્ચિત કરશે.

કેવડિયામાં પ્રદેશ ભાજપની કારોબારીમાં ફાયરબ્રિગેડના 35 જવાન તૈનાત કરાયા
વડોદરા ફાયરબ્રિગેડ દ્વારા પ્રથમ વખત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે યોજાનાર પ્રદેશ ભાજપની કારોબારી માટે સૌથી મોટો બંદોબસ્ત ગોઠવાયો છે. વડોદરાથી 35 જવાનો, 1 એમ્બ્યુલન્સ સહિત 5 વાહનો મૂકવામાં આવ્યાં છે. આ સાથે રાજપીપળાથી 1 અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી દ્વારા ભાડે રાખેલું ફાયરબ્રિગેડનું વાહન તૈનાત કરાયું છે.

ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ જમવા માટેની પણ વ્યવસ્થા ન હોવાને પગલે વડોદરા પાલિકા દ્વારા જમવાનો ખર્ચ ઉપાડાશે. મ્યુનિસિપલ કમિશનરને ફાયરબ્રિગેડના જમવાની વ્યવસ્થા બહારથી કરવામાં આવી હોવાની જાણ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...