તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:નર્મદા ડેમના પાવર હાઉસ ચાલુ થતા સપાટી ઘટીને 121.80 મીટરે પહોંચી

કેવડિયા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડેમને મહત્તમ સપાટી 138.68 મીટરે ભરવા ઇજનેરોની ટીમ તૈનાત

નર્મદા ડેમમાં અત્યારે ભરપૂર પાણી હતું. જેના કારણે 1200 મેગાવોટની ક્ષમતા ધરાવતા રીવર બેડ પાવર હાઉસના 200 મેગાવોટના છ યુનિટમાંથી 5 યુનિટને 24 કલાક ચલાવતા 34 હજાર ક્યુસેક પાણી ડિસ્ચાર્જના લીધે હાલમાં બંને કાંઠે નદી વહી રહી છે. પાણી કેવડિયાથી ભરૂચ સુધી નર્મદા નદીમાં વગર વરસાદે ભરપૂર વહી રહ્યું છે.રિવર બેડ પાવર હાઉસ 24 કલાક ચાલતા ભરપુર પાણી આવવાથી હાલમાં વિયર ડેમ સુધીનો સરોવર ભરાઈ ચૂક્યું છે.

ગરુડેશ્વર વિયર ડેમમાંથી 24 હજાર ક્યુસેક પાણી નદીમાં જવા દેવામાં આવે છે અને આ પાણી સીધું નદીના મુખ્ય વહેણમાં જ થતું હોવાના કારણે પોઈચા કાંઠા વિસ્તાર, ધાર્મિક સ્થળ ચાણોદ કરનાળી, ભરૂચ વિપુલ માત્રામાં પાણી જોવા મળી રહ્યું છે. હાલમાં પણ નર્મદા ડેમની જળ સપાટી 121.80 મીટર છે.અને સરદાર સરોવરમાં હજુ પણ પાણીનું લાઈવ સ્ટોરેજ 1428 મિલીયન ક્યુબીક મીટર છે.

આમ સરદાર સરોવર ની જળ સપાટી સપ્તાહ પહેલા 125 મીટર હતી રિવરબેડ પાવર હાઉસના 6 ટર્બાઇનો અને કેનલહેડ પાવર હાઉસના 3 ટર્બાઇનો મળી રોજિંદા 35 હજારક્યુસેક થી વધુ પાણી નર્મદા માં છોડવામાં આવે છે.અને કેનાલ માં 15 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...