સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારમાં નહિવત વરસાદ નોંધાયો છે જેને લઈને નર્મદા બંધની જળસપાટીમાં પણ નહિવત વધારો નોંધાઈ રહ્યો છે. ઉપરવાસ માંથી 13181 ક્યુસેક પાણીની આવકથઇ રહી છે. ત્યારે રાજ્યમાં વરસાદ ખેંચાતા સરકાર દ્વારા ખેડૂતોને પાણી આપવા નર્મદા કેનાલમાંથી 13055 હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા બંધની જળ સપાટી છેલ્લા 3 દિવસ માં 27 સેમી નો વધારો નોંધાયો છે. નર્મદા બંધન ઉપરવાસમાંથી હાલ 13,181 ક્યુસેક પાણી ની આવક થઈ રહી છે. હાલ નર્મદા ડેમ ની સપાટી 116.45 મીટર છે.નર્મદા ડેમ માં 4410.94 MCM પાણી નો જથ્થો છે.ગુજરાત માટે મુખ્ય કેનાલમાં સિંચાઈ,પીવા માટે 13055 ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. હાલ ચોમાસુ લંબાયું છે.
ખેડૂતો પાણીની માંગ કરી રહ્યા છે જેથી રાજ્ય સરકારે ખેડૂતોને પીવાના અને સિંચાઇના પાણીની તકલીફ ના પડે એ માટે નર્મદા કેનામાં પાણી છોડવા નર્મદા નિગમને સૂચના આપી છે જેથી હાલ ખેડૂતોમાટે 13055 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.