તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રવાસીઓની પ્રવેશ મર્યાદમાં વધારો:સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં હવે રોજ 12000 પ્રવાસીને એન્ટ્રી મળશે

કેવડિયા/વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
સ્ટેચ્યૂ હઓફ યુનિટીમાં પ્રવેશ મેળવવા બુધવારે પ્રવાસીઓનો ભારે ધસારો રહ્યો હતો. જેને લઇને ટિકિટ બારી પર પ્રવાસીઓની લાંબી કતાર લાગી હતી. - Divya Bhaskar
સ્ટેચ્યૂ હઓફ યુનિટીમાં પ્રવેશ મેળવવા બુધવારે પ્રવાસીઓનો ભારે ધસારો રહ્યો હતો. જેને લઇને ટિકિટ બારી પર પ્રવાસીઓની લાંબી કતાર લાગી હતી.
 • પ્રવાસીઓની પ્રવેશ મર્યાદા 7000માં વધારો કરાયો
 • જંગલ સફારી - ન્યુટ્રિશન પાર્કમાં અનલિમિટેડ પ્રવાસીને પ્રવેશ

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કેવડિયા પ્રવાસન સ્થળ પર નાતાલથી 31 ડિસેમ્બર સુધી પ્રવાસીઓના બુકિંગને જોઈને SOU પરિસરમાં ટિકિટની મર્યાદા વધારવામાં આવી છે. પહેલાં રોજ 2500 પ્રવાસીઓને પ્રવેશ અપાતો હતો. જેમાં વ્યૂહ ગેલેરીમાં માત્ર 500 લોકોને પાંચ સ્લોટમાં પ્રવેશ આપવામાં આવતો હતો. માત્ર ઓનલાઇન ટિકિટને કારણે કેટલાંય પ્રવાસીઓને આવવાની ઈચ્છા હોવા છતાં ટિકિટ ની લિમિટેશનને લઈને આવી શકતા નહોતા. જેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા ટિકિટ મર્યાદામાં વધારો કરી દેવામાં આવ્યો છે. હવે 2500થી વધારી એક દિવસમાં 12000 જેટલી કરવામાં આવી છે.

ડો.રાજીવ ગુપ્તા, આધિક મુખ્ય સચિવ
ડો.રાજીવ ગુપ્તા, આધિક મુખ્ય સચિવ

આગામી દિવસોમાં કોમ્બો પેકેજ અપાશે
કેવડિયા પ્રવાસ માટે આવનાર પ્રવાસીઓની ફરિયાદો હતીકે, અલગ અલગ ટીકીટ બુકિંગ કરવી પડે છે અને ઓનલાઇન હોય છે. એકાદ ટિકિટ રહી જાય તો અહીં આવ્યા છતાં જોવા મળતું નથી.જેથી SOU તંત્ર દ્વારા કોમ્બો પેકેજ ટિકિટ બનાવવામાં આવી રહ્યું છે. એક કોમ્બો ટિકિટ લઈને પ્રવાસી આવે તો તેમને કોઈ પણ જગ્યાએ ટિકિટ લેવાની જરૂર નહીં પડે. - ડો.રાજીવ ગુપ્તા, આધિક મુખ્ય સચિવ

ટિકિટ ઓનલાઇન જ મળશે: નવી સૂચના ન આવે ત્યાં સુધી પ્રવેશ મર્યાદામાં વધારો
સ્ટેચ્યુના તમામ પ્રોજેકટ માટે ટિકિટ ઓનલાઇન જ મળી શકશે. હવે વ્યૂહ ગેલેરીમાં એક સ્લોટમાં 1000 એટલે એક દિવસમાં 5000 પ્રવાસીને એન્ટ્રી મળશે. સ્ટેચ્યુના અન્ય સ્થળ માટે એક સ્લોટમાં 1400 પ્રવાસી એટલે એક દિવસ માં 7000 મળી હવેથી એક દિવસમાં 12,000 પ્રવાસીઓને એન્ટ્રી મળી રહેશે.નવી સૂચના ન આવે ત્યાં સુધી પ્રવેશ મર્યાદામાં કરાયેલો ચાલુ રખાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો