તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેવડિયા હાઉસફુલ:SOU આજે ખુલ્લુ રહેશે, દિવાળીની રજાઓમાં પ્રવાસીઓની આવક વધી

કેવડિયા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પાંચ સ્લોટમાં 2500 પ્રવાસીઓનું બુકિંગ ફુલ

નર્મદા જિલ્લાનું પ્રવાસન સ્થળ કેવડિયા દિવાળીની રજાઓમાં હાઉસફુલ થઈ ગયું છે.ત્યારે તંત્ર દ્વારા કેવડિયા પ્રવાસન ધામ સોમવારે જે મેન્ટેનન્સ માટે બંધ રાખવામાં આવ્યું છે.એ આજે નવા વર્ષના ત્યોહાર ને લઈને સોમવારે મેન્ટન્સ નહીં કરી તમામ સ્થળો ખુલ્લા કરવામાં આવ્યા છે.અને મંગળવારના રોજ મેન્ટન્સ રાખવામાં આવશે એટલે સોમવારે કેવડિયા ના તમામ સ્થળો ખુલ્લા રહેશે પરંતુ મંગળવારે બંધ રહેશે.

પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા ના કેવડિયા પ્રવસન ધામ દિવાળીની રજાઓ માં ખાસ પ્રવસીઓનું આકર્ષણ જોવા મળી રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પાંચ સ્લોટ માં 2500 પ્રવાસીઓ બુક થઈ ગયા છે. અને ઓનલાઇન પ્રવાસીઓ ટિકિટ લઈને આવી રહ્યા છે. જ્યારે જંગલ સફારી મા પણ 800 થી વધુ ટિકિટ બુક થઈ ગઈ છે. જોકે પ્રવાસીઓ નું સૌથી મોટું આકર્ષણ કેવડિયા હાલ બની રહ્યો છે.

વડોદરાના આર્ચિત સોલંકી એ જણાવ્યું હતું કે દિવાળીની રજાઓમાં દૂર ફરવા જવું ખૂબ જોખમી છે.એટલે કેવડિયા માં ત્રણ દિવસ પણ ઓછો પડે છે.અને અહિયાનું વાતાવરણ પણ ખૂબ સુંદર છે.એટલે દિવાળી વેકેશન માં પ્રવાસીઓ આ સ્થળ ખૂબ પસંદ કરે છે. જોકે હવે સરકારે સ્લોટ વધારી દેવા જોઈએ પ્રવાસીઓની સંખ્યા વધારવા જોઈએ અને ટિકિટ બારી પર થી પણ ટિકિટ આપવી જોઈએ એટલે કેવડિયા આવવાનું પ્લાનિંગ ના હોય તો પણ વચ્ચે આવતું હોય તો પ્રવાસીઓ પ્લાનિંગ કરી શકે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો