તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજથી SOU પ્રવાસીઓ માટે ખૂલશે:પ્રથમ દિવસે 209 બુકિંગ; ઓનલાઇન બુકિંગ સાઇડ ખૂલતાં જ પ્રવાસીઓએ બુકિંગ શરૂ કર્યું

કેવડિયા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ફાઈલ તસવીર. - Divya Bhaskar
સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ફાઈલ તસવીર.

રાજ્યભરમાં કોરોનાની બીજી લહેરમાં કેસ વધતા થોડા સમય માટે સરકાર જાહેર સ્થળો બંધ કરવાનો નિર્ણય લીધો હતો. SOU વહીવટ તંત્ર દ્વારા ટિકિટ બુકિંગ લેવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ હવે મંગળવારે 8 તારીખ થી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ફરીથી ઓન લાઈન ટિકિટ બુકિંગ શરૂ થઈ જશે જેની તૈયારીઓ અત્યારથી થઈ ગઈ છે. ઓન લાઇન ટિકિટ બુક લોકો કરી રહયા છે. એટલું જ નહીં, હોટલો અને ટેન્ટસિટીઓ માં પણ પ્રવાસીઓની બુકિંગ અંગે ઇન્કવાયરી શરૂ થઈ ગઈ છે.

8 જૂન થી ફરી સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને અન્ય આકર્ષણ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે
8 જૂન થી ફરી સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને અન્ય આકર્ષણ પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે

6 મહિના સ્ટેચ્યૂ બંધ રહ્યું હતું
આ સાથે છેલ્લા કેટલા સમય થી ડર ના માહોલમાં રહેલા લોકો મન હળવું કરવા પ્રવાસન સ્થળો પર આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા કોરોનાં નો કહેર ન હતો ત્યારે રોજના 10 થી 15 હજાર પ્રવાસીઓ આવતા હતા પણ ગત માર્ચ મહિનામાં કોરોનાંની પ્રથમ લહેરના કારણે લગભગ 6 મહિના સ્ટેચ્યુ બંધ રહયું હતું બીજી લહેર માર્ચ 2021 માં આવી ત્યારે આ વખતે ખુલ્લું રાખવામાં આવ્યું હતું પણ પ્રવાસીઓ નામ માત્ર આવતા હતા ત્યાર બાદ બંધ કરવામાં આવ્યું હતું પણ હવે પૂનઃ પ્રવાસીઓ આવતા 8 જૂન થી ફરી સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને અન્ય આકર્ષણ પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવામાં આવશે.હાલમાં ટિકિટ માત્ર ઓનલાઈન જ બુકિંગ કરવામાં આવી રહી છે .

કેવડિયામાં આવતીકાલથી જંગલ સફારી પાર્ક ખુલ્લું મુકાશે
કેવડિયામાં આવતીકાલથી જંગલ સફારી પાર્ક ખુલ્લું મુકાશે

SOUની સાથે જંગલ સફારી પાર્ક, ચિલ્ડ્રન પાર્ક પણ ખુલશે
સ્ટેચ્યૂ ઓફ યુનિટી સાથે જે જંગલ સફારી પાર્ક, ચિલ્ડ્રન પાર્ક અને રમાડા હોટલ ટેન્ટ સિટી સહિત કેવડિયાના અનેક પ્રોજેક્ટો ખુલ્લા મુકવામાં આવશે. બીજી તરફ કેવડિયા ખાતેની ટેન્ટ સિટી અને હોટલોના માલિકો છેલ્લા એક વર્ષથી પ્રવાસીઓના અભાવને કરાણે લાખો રૂપિયાનું નુકશાન ભોગવી રહ્યા છે ત્યારે હવે ફરી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે એવી આશા રાખીને બેઠા છે. આવતીકાલે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર પ્રવાસીઓને ઓનલાઇન સાથે હવે ઓફલાઈન ટિકિટ પણ મળશે.

શામળાજી મંદિર પણ છેલ્લા ઘણા સમયથી બંધ છે
શામળાજી મંદિર પણ છેલ્લા ઘણા સમયથી બંધ છે

ધાર્મિક સ્થળો માટે 11 જૂન બાદ નિર્ણય લેવાઈ શકે
સરકારે કોરોના સંક્રમણ ઘટાડવા માટે ધાર્મિક સ્થળો તેમજ કાર્યક્રમો પર રોક લગાવી છે. જેના કારણે ગુજરાતના અંબાજી, શામળાજી, ઊંઝા ઉમિયાધામ સહિતના સુપ્રસિધ્ધ યાત્રા ધામ બંધ કરવામાં આવ્યા છે. આ મંદિરોમાં દેશભરમાંથી ભક્તોની ભારે ભીડ ઉમટે છે. જેના કારણે મોટા પ્રમાણમાં સંક્રમણનો ખતરો ઉભો ન થાય તે જોઈ સરકારે આગામી 11 જૂન સુધી ધાર્મિક સ્થળો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. હાલમાં તમામ મંદિરોમાં માત્ર પૂજારીને જ પ્રવેશવાની મંજૂરી છે. જેમના દ્વારા આરતી તેમજ પૂજા કરવામાં આવે છે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે મંદિર ખોલવા માટેનો નિર્ણય આગળ લંબાવતા જણાવ્યું હતું કે, જો કોરોના સંક્રમણ નિયંત્રણમાં હશે તો મંદિરને દર્શનાર્થીઓ માટે ખોલવાનો નિર્ણય 11મી જૂને લેવામાં આવશે. સાથે જ ભક્તોને પણ 11 જૂન બાદ મંદિર ખુલે તેવી આશા છે. હાલમાં પૂજારીઓ દ્વારા મંદિરમાં પૂજા અને આરતી નિયમિત કરવામાં આવે છે. શામળાજી મંદિરમાં પહેલા ટૂંકા વસ્ત્રો પહેરીને આવનારા ભક્તો માટે પ્રવેશ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જોકે સંક્રમણ વધતા અંતે ભક્તો માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.

નાના-મોટા ઉદ્યોગને મોટું નુકસાન
ઓફલાઈન ટિકિટ પ્રવાસીઓની આવક જોતા સિઝન માં ચાલુ કરવામાં આવશે.પરંતુ sou ખુલ્લું થવાની વાતે નાની મોટી રેંકડી ચલાવનારાઓ, હોટલ-સંચાલકો પણ તૈયારીમાં લાગી ગયા છે, કારણ કે છેલ્લા સવા વર્ષથી વર્ષથી કોરોના ના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આવેલા હોટલ ઉદ્યોગ નાના-મોટા ચાલનારી નાસ્તા વાળા ને ખૂબ જ બેકારી બ આવી ગઈ હતી હોટલોમાં પગાર આપવાના પણ ફાંફાં પડ્યાં હતાં. આજથી SOU, જંગલ સફારી, ન્યૂટ્રિશિયન પાર્ક, સહિતના સ્થળો ખુલ્લાં મુકાતાં સ્લોટ પ્રમાણે ઓનલાઇન ટિકિટો લઇ 500 જેટલા પ્રવાસીઓ આવવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...