તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઈફેક્ટ:ધૂળેટીના દિવસે SOU ખુલ્લું રહેશે પરંતુ કોરનાની બીકે લોકોએ બૂકિંગ રદ કરાવ્યાં

કેવડિયા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 25થી 30 હજાર પ્રવાસીઓના અંદાજ સામે વ્યૂઇંગ ગેલેરીની 6000માંથી માત્ર 618 ટિકિટ બુક

હોળી ધુળેટીમાં સૌથી વધુ પ્રવાસીઓ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવશે અને SOUને બમણી અવાક થશે. એવા ઈરાદાથી તંત્ર દ્વારા સોમવારની રજા છતાં SOU ચાલુ રાખવામાં આવ્યુ છે. જોકે બુકિંગ પણ વધતા હતા પણ હવે કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યો છે આજુબાજુના રાજ્યોમાં લોકડાઉન કરવાની તૈયારીઓ છે. આંતર રાજ્ય બોર્ડરો શીલ મારી દેવાઇ છે. ત્યારે SOU પર હવે લોકો બુકિંગ પણ કેન્સલ કરાવી રહ્યા છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓ માં એકદમ ઘટાડો નોંધાયો છે.

હોળી રવિવાર છે છતાં એક્સપ્રેસ ટિકિટ માત્ર 71 અને ધુળેટીના દિવસે 84 ટિકિટ નોંધાઈ છે, એવી જ રીતે વ્યૂઇંગ ગેલેરીની 6000માંથી માત્ર રવિવારે 2199 અને ધૂળેટીના દિવસે 618 ટિકિટો બુક થઇ છે, ત્યારે 25 થી 30 હજાર પ્રવાસીઓની આશા સેવી કમાણી ઝંખતું SOU તંત્રને કુદરતે લપડાક મારી હોય એવી ભાસ થઇ રહી હશે. લોકોના જીવન જોખમ નહિ જોઈ SOU ખુલ્લું રાખી કોરોના વચ્ચે પ્રવાસીઓ રજાના દિવસે પણ બોલાવી રહ્યા છે. પણ કોરોનાને કારણે પ્રવાસીઓ હવે SOU પર આવવા તૈયાર નથી ઘભરાઈ રહ્યા છે.

નર્મદા જિલ્લા કલેકટર બેઠકો કરી તંત્રમાં એક્શન પ્લાન બનાવે છે. માસ્ક વગરનાને દંડ ફટકારે જયારે SOU ખુલ્લું રાખી રજાના દિવસે પ્રવાસીઓને નોતરી કોરોનાને ખુલ્લું આમંત્રણ આપે છે. જોકે હવે જે પ્રવાસીઓ એ બુકિંગ કરાવી છે તેઓ પણ બુકિંગ કેન્સલ કરી રહ્યા છે અને કેવડિયા આવવાનું ટાળી રહ્યા છે. ત્યારે તંત્ર જેવી રીતે દુકાનો પર જઈને દંડ વસુલે એવો દંડ ધુળેટીના દિવસે કેવડિયાની હોટેલો પર જઈને વસુલ કરશે.જો કરે તો ખરા બાકી નબળી બોરડી તો સૌ કોઈ ઝૂડે.એટલે પ્રવાસીઓ ધૂળેટીના દિવસે તંત્રની આશા પ્રમાણે આવશે નહિ હવે તંત્રે નક્કી કરવાનું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો