તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અદ્ભુત નજારો:રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમને મેઘધનુષનો કુદરતી શણગાર

કેવડિયા19 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાતપુડા ગીરીમાળાની પહાડીઓ વચ્ચે આવેલાં કેવડિયા ખાતે આવેલાં સરદાર સરોવર ડેમ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ સફારી પાર્ક સહિત અનેક જોવા લાયક સ્થળોનું નિર્માણ કરાયું છે. જેના કારણે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ એસઓયુ ખાતે ઉમટી પડતાં હોય છે. ત્યારે ચોમાસાની ઋતુમાં નર્મદા જિલ્લાનું સૌદર્ય ચોવીસે કળાએ ખીલી ઉઠે છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના અદ્દભુત નજારથી પ્રવાસીઓ પ્રસન્ન થઇ રહ્યાં છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના અદ્દભુત નજારથી પ્રવાસીઓ પ્રસન્ન થઇ રહ્યાં છે.

છેલ્લાં ચાર દિવસથી નર્મદા જિલ્લામાં મેઘ મહેર રહેવા સાથે વાદળછાયા વાતાવરણથી ગીરીમાળાઓના અદ્દભુત નજારથી પ્રવાસીઓ પ્રસન્ન થઇ રહ્યાં છે. ત્યારે ગુરૂવારે ઝરમર વરસાદ વચ્ચે સાંજના સમયે સરદાર સરોવર વિસ્તારમાં મેઘધનુષનો અદ્દભુત નજારો જોવા મળ્યો હતો. કુદરતી સૌંદર્ય વચ્ચે મેઘધનુષને નિહાળી પ્રવાસીઓ અભિભુત થયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...