વીજ ઉત્પાદન બાબતે લાચાર:નર્મદા ડેમમાં પાણીની ઘટથી 4 મહિનામાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને કુલ 180 કરોડ રૂપિયાની વીજ ઉત્પાદનની ખોટ

કેવડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નર્મદા બંધ આ વર્ષે વીજ કટોકટીમાં વીજ ઉત્પાદન બાબતે લાચાર, રિવરબેડ પાવરહાઉસ બંધ રહેતા કરોડોની ખોટ
  • મધ્યપ્રદેશમાં પણ ચોમાસુ નબળું રહેતા નર્મદામાં પાણીની આવક ઘટી

ગુજરાતની માફક જ મધ્યપ્રદેશમાં પણ ચોમાસુ નબળું હોવાથી નર્મદા નદી પરના મોટા ડેમો સંપૂર્ણ ભરાયા નહીં જેને લઈને સીધી અસર વીજ ઉત્પાદન પર પડી અને 4 મહિના ચોમાસામાં ગુજરાત, મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ને કુલ 180 કરોડ રૂપિયાની વીજ ઉત્પાદન ની ખોટ ગઈ છે. છેલ્લા 4 મહિનાથી રિવારબેડ પાવર હાઉસ બંધ છે. કેનાલ હેડ પાવર હાઉસ પણ ગણતરીના કલાકો માટે ચલાવવામાં આવે છે.એટલે જરૂરિયાત જેટલું વીજ ઉત્પાદન થતું નથી.

દેશમાં કોલસાની અછત છે ત્યારે સમગ્ર દેશમાં હાલમાં વીજળી કટોકટીનો મુદ્દો ભારે ચર્ચામાં છે. કોલસાની અછતથી વીજ મથકો ઠપ થઈ જવાના કગાર પર છે. દેશમાં બ્લેક આઉટ થાય તેવી સ્થિતિ હાલ નિર્માણ થઈ છે.આવી પરિસ્થિમાં દેશમાં વીજ કટોકટી સરભર કરવા 1200 મેગા વોટનું ઉત્પાદન કરતા રિવારબેડ પાવર હાઉસ મદદ રૂપ થઈ સક્ત. પરંતુ ચોમાસું નબળું હોવાના કારણે કરોડોના વીજ ઉત્પાદનની ખોટ ગઈ છે.

ગુજરાત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યને કેવડિયા માં નર્મદા બંધના પાવર હાઉસમાંથી વીજળી ને નેશનલ.ગ્રીડમાં જોઈટ કરીને આપવામાં આવતી હોય છે. જેમાં ગુજરાતને 16 ટકા, મહારાષ્ટ્ર ને 26 ટકા અને મધ્યપ્રદેશને 58 ટકા વીજળી નું વિતરણ કરવામાં આવે છે. ગત ચોમાસામાં જૂન થી ઓક્ટોબર 2020 માં સરદાર સરોવર નર્મદા ડેમના 1200 મેગાવોટ ના રિવર બેડ પાવર અને કેનાલ હેડ પાવર હાઉસમાંથી 1466 મિલીયન યુનિટ વીજળી પેદા થઈ હતી.

એટલે લગભગ 280 કરોડ રૂપિયાની ની વીજ ઉત્પાદન થયું હતું પણ આ વખતે ચોમાસુ નબળું હોવાના કારણે જૂન 2021 થી ઓક્ટોબર સુધીમાં માત્ર 494 મિલિયન યુનિટ જ વિજળી પેદા વીજ મથકમાંથી થઈ છે.માત્ર 100 કરોડની વીજ ઉત્પાદન થઈ શક્યું છે.

1200 મેગાવોટનું રિવર બેડ પાવર હાઉસ 24 કલાક ચાલે તો દિવસમાં 28.80 મિલિયન યુનિટ વીજળી ઉત્પન્ન કરી શકે 1200 મેગાવોટનું રિવર બેડ પાવર હાઉસ જો 24 કલાક ચાલે તો 28.80 મિલિયન યુનિટી વીજળી પેદા કરે એટલે કે રોજની પોણા 6 કરોડ રૂપિયાની વીજળી થાય.આ વખતે 26 ઓગસ્ટ થી વીજ મથક બંધ છે.એટલે આજ સુધીમાં લગભગ 180 કરોડના વીજ ઉત્પાદનની ખોટ વર્તાઈ તેમ કહી શકાય. આ વર્ષે ગુજરાતમાં તો વરસાદ પડ્યો પણ કૅચમેન્ટ વિસ્તારમાં પણ વરસાદ ખૂબ ઓછો પડ્યો છે.