હરિધામ બાદ વધુ એક ગાદીનો વિવાદ:ભારતીબાપુ બ્રહ્મલીન થયાના મહિના પૂર્વેનું બનાવટી વિલ ઋષિ ભારતીએ બનાવ્યું હતું

કેવડિયા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
સોમનંદજી મહારાજ - Divya Bhaskar
સોમનંદજી મહારાજ
  • ગોરા ભારતી આશ્રમના સંચાલક સોમનંદજી મહારાજના સ્ફોટક આક્ષેપો : ગુરુ હરિહરાનંદજીને ટોર્ચર કરાતા હતા
  • કરોડોની મિલકત હડપવા માગતા લોકો સામે સરકાર કઠોર કાર્યવાહી કરે

ગરૂડેશ્વરના ગોરા ગામે નર્મદા કિનારે સંત મહામંડલે 1008 ભારતી બાપુનો આશ્રમ છે અને તેના જૂનાગઢ, અમદાવાદના સરખેજ સહિતના આશ્રમોની કરોડોની જમીન અને સંપત્તિ છે. 2021માં ભારતી બાપુ બ્રહ્મલીન થયા બાદ સંપત્તિનો વિવાદ થયો હતો. ગોરા ભારતી આશ્રમના સંચાલક સોમનંદજી મહારાજે સ્ફોટક આક્ષેપ કર્યા કે, ગુરુ હરિહરાનંદજીને ટોર્ચર કરાતા હતા. આ ઉપરાંત ભારતીબાપુ બ્રહ્મલીન થયા તેના મહિના પૂર્વેનું બનાવટી વિલ ઋષિ ભારતીએ બનાવ્યું હતું.

વડોદરામાં સેવકના ઘરેથી નીકળ્યા બાદ કપુરાઈ ચોકડી ખાતેથી હરિહરાનંદ સ્વામીજી ભેદી સંજોગોમાં ગુમ થયા હતા. આ ઘટનાને પગલે ગોરા આશ્રમ ખાતે રહેતા સંતો અને ભક્તોમાં ચિંતાનું મોજું ફેલાયું છે. કેટલાંક હરિભક્તો તેમની શોધખોળ કરી રહ્યાં છે.

વર્ષ 2021માં ભારતીબાપુ બ્રહ્મલીન થયા બાદ બોગસ વિલ સામે આવ્યું છે અને ઉત્તરાધિકારી તરીકે બીજું નામ સામે આવતાં વિવાદ સર્જાયો છે. આ તમામ વિવાદ છેલ્લા 6 મહિનાથી ચાલી રહ્યો હતો, પરંતુ ભારતી આશ્રમના મુખ્ય ઉત્તરાધિકારી સંત હરિહરાનંદ સ્વામીને ધાક ધમકી આપી માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાથી તેઓ ચિઠ્ઠી લખી ગુમ થઈ જતાં હવે સમગ્ર મામલો સપાટી ઉપર આવ્યો છે. સાથે તેમને માનસિક ત્રાસ અપાતો હોવાનો વીડિયો પણ વાઇરલ કર્યો હતો.

નર્મદા નદીના કિનારે ગોરા ખાતે આવેલા ભારતી આશ્રમનું સંચાલન કરતા સંત સોમનંદજી મહારાજે જણાવ્યું હતું કે, વડોદરાના સેવક રાકેશ ડોડિયાને ત્યાં હરિહરાનંદ બાપુ જમ્યા બાદ કપુરાઈ ચોકડી પર ગયા હતા ત્યારથી ગુમ છે. તેઓએ આક્ષેપ સાથે ખુલ્લેઆમ જણાવ્યું હતું કે, ભારતીબાપુ દેવલોક પામ્યા ત્યારે ખોટી વિલ અમારા જ ગુરુભાઈ ઋષિ ભારતીજીએ તેનાથી એક મહિના પહેલાં ફ્રોડ વિલ બનાવ્યું હતું.

વધુમાં તેમણે કહ્યું કે, ઓરિજિનલ વિલ મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુના નામે છે. પણ બાપુને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. ટોર્ચર કરવામાં આવતા હતા અને ધાક ધમકી આપવામાં આવતી હતી. ખાસ કરીને મિલકત કરોડોની છે જે હડપવા અનેક લોકો ઋષિ ભારતીને સહયોગ આપે છે. સરકારને મારી વિનંતિ છે કે, કઠોર કાર્યવાહી કરવામાં આવે. હું હરિહરાનંદ બાપુને મીડિયાના માધ્યમ થકી કહું છું કે, તમે ગમે ત્યાં હો મારા દંડવત પ્રણામ છે. આપ પરત આવી જાઓ. અને સરકારને પણ કહ્યું છે કે, તેઓને પરત લાવવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...