• Gujarati News
  • National
  • Stored Water From Sardar Sarovar Dam Not Available For Summer Crops, Appeals To Farmers Not To Sow

અપીલ:સરદાર સરોવર ડેમનું સંગ્રહિત પાણી ઉનાળુ પાક માટે નહીં મળે, વાવણી ન કરવા ખેડૂતોને અપીલ

કેવડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત રાજ્યની જીવાદોરી, ખેડૂતોને તારવા માટે અધૂરી
  • ​​​​​​​ઉત્તર ગુજરાતના ખેડૂતોની માગથી મુખ્યમંત્રી પિગળી ગયા, 1500 ક્યુસેક પાણી આપવાની જાહેરાત કરી, 10 દિવસ સુધી કેનાલમાં પાણી અપાશે

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના સરદાર સરોવરનું સંગ્રહિત પાણી રાજ્યના ખેડૂતોને ઉનાળુ પાક માટે કામ નહિ લાગે કેમકે તાજેતરમાં જ નર્મદા નિગમ દ્વારા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ઉનાળુ પાકની વાવણી ના કરે કેમકે તેઓ પાણી અાપી શકશે નહિ. સરકાર દ્વારા એક પ્રેસનોટ જાહેર કરવામાં આવી જેમાં સ્પષ્ટ લખ્યું છે કે સરદાર સરોવર નર્મદા યોજનામાં ચાલુ વર્ષે પાણીની આવક ઓછી હોય ઉનાળુ સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન થયેલ નહતું. આથી નર્મદા આધારિત પાકની કોઈ વાવણી ન કરવા ખેડૂત ભાઈઓને અપીલ કરવામાં આવી હતી.

પરંતુ ઉત્તર ગુજરાતમાં મૂંગા પશુઓ માટે પરંપરાગત રીતે ઉનાળામાં ઘાસચારાનું વાવેતર કરવામાં આવે છે. તાજેતરમાં ઉત્તર ગુજરાતના ખેડૂત મિત્રો તરફથી મુખ્યમંત્રીને પશુઓના ઘાસચારાના વાવેતરને જીવતદાન આપવા નર્મદા યોજનાની નહેરો મારફતે એક પાણ આપવા રજૂઆત કરવામાં આવી હતી. આ બાબતે મુખ્યમંત્રીએ હકારાત્મક વલણ અપનાવીને 1500 ક્યુસેક પાણી 15 એપ્રિલથી શરૂ કરીને દસ દિવસ સુધી આપવા માટે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડને સુચના આપેલ છે.

આકરા ઉનાળામાં આ પાણી ઘાસચારાને જીવતદાન આપશે અને મુંગા અબોલ પશુઓને આ ઘાસચારો રાહત આપશે.અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા બંધ 138.68 મીટરની મહત્તમ સપાટી પર પૂર્ણ થયેલ છે અને પૂર્ણ થયા બાદ 2020 અને 2021 માં સંપૂર્ણ ભરાયેલ છતાં પણ 15 એપ્રિલ ની તારીખના છેલ્લા 4 વર્ષના આંકડા જોઈએ તો નર્મદા બંધ 2020 માં 121.28 મીટર પાણી હતું લાઈવ સ્ટોરેજ 1450mcm હતું છતાં ખેડૂતો માટે કેનાલમાં 23,689 ક્યુસેક પાણી છોડવામાં આવતું હતું.

જયારે 2021 માં 124.26 મીટરની સપાટી હતી અને લાઈવ સ્ટોરેજ પાણી 1990 mcm હતું ત્યારે પણ ખેડૂતો માટે 21,009 ક્યુસેક પાણી છોડવામાં આવતું હતું તો 2022માં પણ ડેમની સ્થિતિ 120.70 મીટર તો છે જ અને હાલ ડેમમાં સંગ્રહિત પાણીનો જથ્થો 1341.19mcm છે. તો પણ ખેડૂતો ની માંગ હોવા છતાં ઉનાળુ પાક માટે મનાઈ ફરમાવી માત્ર ઉત્તર ગુજરત ને પાણી પહોંચાડવા માટે સરકારે 6,146 ક્યુસેક પાણી છોડવા માં આવે છે. જેથી સ્થાનિક ખેડૂતોની હાલત દયનિય બની છે.

નર્મદા ડેમથી માત્ર 16 કિમીમાં આવતાં ખેડૂતો જ પાણીથી વંચિત
પાણીની અછત વચ્ચે પણ ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે સરકારને હમદર્દી છે પરંતુ નર્મદા ડેમના 0 થી 16 કિમીના ખેડૂતો વર્ષોથી પાણીનો પોકાર કરે છે તે કોઈને નથી સંભળાતું કે નથી કોઈ આ અંગે પગલાં ભરતું. નર્મદા બંધ ના 0 કિમિ થી 16 કિમિ સુધી હજારો હેક્ટર જમીનો વરસાદ આધારિત ખેતી કરે છે અને નર્મદા ડેમનું ટીપું પાણી નસીબમાં નથી મળતું. સ્થાનિક ખેડૂતો દ્વારા અનેકો વખત રજૂઆતો કરવા છતાં તેમને સિંચાઇનું કે પિવાનું પુરતું પાણી મળી રહે તે દિશામાં હજી સુધી કોઇ નક્કર કાર્યવાહી થઇ નથી.

અમારા આદિવાસી પંથકમાં તો દીવા તળે અંધારૂ જેવો ઘાટ છે
સરકારે સૌરાષ્ટ્ર કચ્છમાં ઉદ્વવાહન યોજના થકી પણ પાણી પહોચાડ્યું જયારે નર્મદા ડેમના 0 થી 16 કિમિ માં આવતા પ્રથમ કેવડિયા, વાગડીયા, નવાગામ, ગભાના, ભૂમાલિયા, વાડી, આમદલા, ઉડવા, ખડગદા, ડેકાઇ સહીત અનેક ગામો છે કે જ્યા પાણી છે નહિ, કેનાલો બની છે પણ ક્યારે પાણી આવ્યું નથી, બીજીબાજુ વાડીયા બ્રાન્ચમાં પાણી આવે છે તો જે સાંજરોલી, રેંગન, વાસણ સહીના ગામોમાં પણ પાણી જતું નથી સ્થાનિક લોકો ની વારંવાર માંગો ઉઠે છે પણ આ લોકોની વાતે સીએમ નથી પીગળતા કે નથી કોઈ સૂચના અપાતા. આતો દિવા તરે અંધારું જેવો ઘાટ થઇ રહ્યો છે. > સાગર તડવી, રેંગણ.

છેલ્લા 4 વર્ષમાં અત્યાર સુધીની પાણીની સ્થિતિ
તારીખડેમની સપાટીલાઈવ સ્ટોરેજ

કેનાલમાં છોડાતું પાણી

15 એપ્રિલ 2019193.12 મીટર1,092 mcm5,985 ક્યુસેક
15 એપ્રિલ 2020121.28 મીટર1,450 mcm23,689 ક્યુસેક
15 એપ્રિલ 2021124.26 મીટર1,990 mcm21,009 ક્યુસેક
15 એપ્રિલ 2022120.70 મીટર1,341 mcm6,146 ક્યુસેક

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...