તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમયવધારો:સ્ટેચ્યુ ઓફ યુનિટીના લેસર શો માટેના સમયમાં અડધા કલાકનો વધારો કરાયો

કેવડિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્ટેચ્યુ ઓફ યુનિટીની ફાઇલ તસવીર - Divya Bhaskar
સ્ટેચ્યુ ઓફ યુનિટીની ફાઇલ તસવીર
  • રાત્રીનાં 8 કલાકે પ્રોજેકશન મેપિંગ શો (લેસર શો) શરૂ કરવામાં આવશે

ઉનાળાની ઋતુને ધ્યાને લેતા અગાઉ આ સમય 7.30 નિર્ધારિત કરાયો હતો. ઉનાળાની સિઝનમાં દિવસ લાંબો થતો જાય છે. જેના કારણે તાત્કાલિક અસરથી SOUADTGA દ્વારા પ્રોજેક્શન મેપિંગ શો (લેસર શો)નો સમય 8 કલાકથી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અત્રે પ્રોજેકશન મેપિંગ શો (લેસર શો) માટેની લાઇટ દુનિયાની અત્યાધુનિક ટેકનોલોજી ધરાવે છે અને તેની લેસર ગયાં શક્તિશાળી છે. પ્રોજેકશન મેપિંગ શો (લેસર શો) સંપૂર્ણ અંધારૂ હોય ત્યારે વધુ સારી રીતે જોઈ શકાય તેમ હોય અત્રેની કચેરીથી આવનાર પ્રવાસીઓના લાભાર્થે આ નિર્ણય કરવામાં આવ્યો છે.

વહેલા તે પહેલાં ના ધોરણ નો નિયમ
લેસર સો તમામ સ્લોટ ના પ્રવાસીઓ જોઈ શકે એવી વ્યવસ્થા તંત્રએ વ્યવસ્થા કરી હતી પરંતુ હાલ કોરોના ને લઈને સોસીયલ ડિસ્ટન્સ જળવાય એ માટે 1200 ની મર્યાદા રાખી છે.જેમાં પ્રથમ 1200 જે પણ ટિકિટ બુક થઈ તેમને લેસર સો નો લાભ મળશે. 1201 મી ટિકિટ બુક કરનાર ને.લાભ નહીં મળે જોકે તેઓ ઉભા ઉભા કમ્પાઉન્ડ બહાર થી જોઈ સક્સે.

અન્ય સમાચારો પણ છે...