તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:શ્રેષ્ઠ વેડિંગ ડેસ્ટિનેશન કેટેગરીમાં SOUના ટેન્ટસિટી-1નો સમાવેશ

કેવડિયા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ મેગેઝિને ટેન્ટસિટીને બેસ્ટ વેડિંગ સ્થળ ગણાવ્યું
 • ગુજરાત સહિત નર્મદા જિલ્લાનું આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ વધ્યું

આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ મેગેઝીનમાં બેસ્ટ ડેસ્ટિનેશન વેડિંગ સ્થળ તરીકે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ટેન્ટ સિંટી -01નો સમાવેશ થયો છે. જે ગુજરાત માટે એક ખુશીના સમાચાર છે. ગુજરાતમાં નર્મદા જિલ્લામાં કેવડિયા નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે એક માત્ર નર્મદા નદી કાંઠે અદ્ભૂત કુદરતી સૌંદર્ય વચ્ચે ટેન્ટસિટી 01 બની છે. જે બેસ્ટ ડેસ્ટિનેશન વેડિંગ સ્થળ બન્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કેમસુરી, રાજસ્થાનના રાજાશાહી પેલેસ, કોચી અને ભારતના અલગ અલગ પર્યટન સ્થળ પર આવેલા શાનદાર પેલેસો બાદ હવે નર્મદા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સીટી -1નો પણ વેડિંગ ડેસ્ટિનેશન તરીકે સમાવેશ કરવામાં આવતા ખુશીની લહેર વ્યાપી ગઇ છે.એલ.જે.એસના પી આર ઓ ટેન્ટસીટી 01ના અમિત ગુપ્તા જણાવ્યું હતું કે ગૌરવની વાત છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બનેલ અમારી ટેન્ટ સિટી 01ને આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ મેગેઝિન Condé Nast Traveller દ્વારા ભારતનાં બેસ્ટ ડેસ્ટિનેશન વેડિંગ સ્થળ તરીકે સમાવેશ કર્યો છે. એક ગૌરવની વાત છે.

વધુમાં જણાવ્યું હતું કે કોરોના ના કેસ વધતા ગત વર્ષે બધા જ પ્રવાસન સ્થળો બંધ હતા ત્યારે અમે વિચાર્યુ કે શું નવી કરી શકાય જે સ્ટાફથી લઈ અન્ય ખર્ચાઓ નીકળી શકે. જે માટે અમે એક કોવિડ 19ની ગાઈડ લાઈન ફોલો કરીને વેડિંગ પેકેજ બનાવ્યુ હતું. જેને ખુબ સારો રિસ્પોન્સ લોકો તરફથી મળ્યો હતો.ત્યારે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ટેન્ટસિટીને ખ્યાતિ મળી છે એક સન્માન અને ગૌરવની વાત છે.

આ સિઝનમાં 22 જેટલાં લગ્નો કર્યા
બે વર્ષ માં કેવડિયાની ટેન્ટ સીટી1 ઈન્ટરનેશનલ આ મેગેઝીન દ્વારા નોંધ લેવી દેશની.મોટી હોટેલો અને હેરીટ્વિજ હોટેલો માં અમારી ટેન્ટ સીટી નું નામ આવવું એક ગર્વ ની વાત છે.આ સિઝનમાં 22 જેટલા લગ્નો કર્યા છે. તમામ લોકો માટે યાદગાર પળ લઈને ગયા છે. - ચેતન વર્મા, ઓપરેશન હેડ ટેન્ટ સીટી-1.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો