પ્રમાણિકતાનો પરચો:SOUના કર્મીએ પ્રવાસીનું ખોવાયેલું મંગળસૂત્ર પરત કર્યું

કેવડિયા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદનો સક્સેના પરિવાર SOU સહિત અન્ય પ્રકલ્પોની મુલાકાતે આવ્યો હતો

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વભરનાં પ્રવાસીઓની પહેલી પસંદ બન્યુ છે અને તેમાં ફરજ બનાવતા પ્રમાણિક કર્મયોગીઓનો નિ:સંદેહ સિંહફાળો રહ્યો છે. અત્રે આવતા પ્રવાસીઓ ઘણી વખતે પોતાની કિંમતી વસ્તુઓ પ્રવાસના સ્થળોએ ભુલી જતાં હોય છે અથવા પડી જતી હોય છે પરંતુ અત્રે ફરજ બજાવતા કર્મયોગીઓએ હંમેશા પ્રમાણિકતા સાબિત કરી છે. આ અગાઉ 70 હજાર ભરેલ પાકીટ ગાઇડમિત્રોને મળી આવતા મુળ માલિકને પરત કરેલ હતુ,આ પ્રમાણે ગત રોજ સિનિયર ટિકિટીંગ સુપરવાઇઝરે મહિલા પ્રવાસીનું 2 તોલા વજનનું મંગળસુત્ર પરત કરી ફરી એકવાર સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નામ રોશન કર્યુ છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સિનિયર ટિકિટીંગ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા સૌરભ તડવી સવારે 11.30 કલાકે શ્રેષ્ઠ ભારતા ભવન સ્થિત ટિકિટ કાઉન્ટર ખાતે પોતાની ફરજ પર હતા તે વખતે કાઉન્ટરની બહારનાં ભાગે મંગળસુત્ર મળી આવેલ, જેની ખરાઇ કરતા સોનાનું હતુ અને તેની કિંમત આશરે એક લાખ જેટલી હતી. સૌરભભાઈએ તુરંત પોતાનાં ઉપરી અધિકારીઓને જાણ કરી હતી અને મળેલ માર્ગદર્શન મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિતી ખાતે કાર્યરત કોલ સેન્ટર અને તમામ હેલ્પડેસ્ક પર જાણ કરી હતી અને મંગળસુત્રનાં માલિક મહિલાની શોધખોળ આરંભી હતી.

2 કલાક બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં એકઝીબિશનનાં હેલ્પડેસ્ક પર મિલિંદ સકસેના અને તેમનાં પત્નીએ મંગલસુત્ર ખોવાયા અંગે જાણ કરતા તેઓને વહીવટી કાર્યાલય, SOUADTGA ખાતે બોલાવી ઉચ્ચ અધિકારીઓ રૂબરૂ ખાતરી કરીને સોનાના મંગળસુત્રને મૂળ માલિકને પરત કરવામાં આવ્યુ હતુ. સૌરભ તડવીની કામગીરીથી મિલિંદ સકસેના પ્રભાવિત થયા હતા અને હ્રદયથી આભાર વ્યકત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...