તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર બ્રેકિંગ:કેવડિયામાં 5 એકરમાં શ્રીયંત્ર જેવું ભુલભુલૈયા; સ્ટેચ્યૂની આજુબાજુ 100 કરોડના નવા પ્રોજેક્ટ પર કામ ચાલુ

કેવડિયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી થોડે 200 મીટર આગળ 5 એકરમાં આ ભુલભુલૈયા ગાર્ડન વિક્સાવાઈ રહ્યો છે - Divya Bhaskar
સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી થોડે 200 મીટર આગળ 5 એકરમાં આ ભુલભુલૈયા ગાર્ડન વિક્સાવાઈ રહ્યો છે
  • આ વર્ષે પણ 31 ઓક્ટોબરે પીએમ મોદી કરશે લોકાર્પણ

કેવડિયામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે 5 એકર જમીનમાં ભુલભુલૈયા ગાર્ડન તૈયાર કરાઇ રહ્યો છે. ગત વર્ષે 17 જેટલા પ્રોજેક્ટોનું લોકાર્પણ એક દિવસમાં કર્યું હતું એનો એક રેકોર્ડ છે ત્યારે આગામી 31 ઓક્ટોબરे પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા આવવાની શક્યતાના ભાગરૂપે કેવડિયામાં ભુલભુલૈયા ગાર્ડન સહિતના 100 કરોડથી વધુના નવા પ્રોજેક્ટોનું યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે.

પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે
સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી થોડે 200 મીટર આગળ 5 એકરમાં આ ભુલભુલૈયા ગાર્ડન વિક્સાવાઈ રહ્યો છે, જેમાં એક લાખથી વધુ મેંદીના રોપ વાવી અને સુંદર ડિઝાઇન કરવામાં આવી છે, ધાર્મિકતાને પ્રાધાન્ય આપી ધાર્મિક યંત્રની જેમ ખાસ ડિઝાઇન કરવામાં આવી છે. આ સાથે 8થી 10 હજારની કિંમતના મોંઘા પ્લાન્ટ્સ પણ શો માટે આગળના ભાગે લગાવી સુંદર ગાર્ડન બનાવાયો છે. બીજી બાજુ પાર્કિંગની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.

સ્ટેચ્યુ પાસે બનશે થ્રિ સ્ટાર અને ફોર સ્ટાર હોટલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ એવા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક અનેક પ્રોજેક્ટ નિર્માણાધિન છે. જેમ પ્રોજેક્ટ બનતા જાય છે તેમ લોકાર્પણ થતું રહે છે. હવે પ્રવાસીઓને આકર્ષવા માટે અહીં થ્રિ સ્ટાર અને ફોર સ્ટાર આમ બે હોટલ બનાવવા માટે નર્મદા નિગમે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે વિદેશીને શ્રીમંત લોકો મોટી સંખ્યામાં પ્રવાસન નો લાભ લે તેવા પ્રયાસો આદરી દેવાયા છે. નર્મદા નિગમે બનશે થ્રિ સ્ટાર હોટલ એક કે બે એકરમાં બનશે તો ફોર સ્ટાર 2 કે 3 એકર જમીનમાં બનાવવા માટેની જાહેરાત કરવામાં આવી છે. આમ કેવડિયામાં બે વૈભવી હોટલો બનાવવા માટે તંત્ર દ્વારા આ જમીન 99 વર્ષના ભાડા પટ્ટે આપવામાં આવનાર હોવાનું પણ જાણવા મળેલ છે. કેવડિયા વિસ્તારમાં હાલ નવા અનેક પ્રોજેક્ટ હાલ બની રહ્યા છે. તો દિન પ્રતિદિન પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. આ વિસ્તાર વૈભવી હોટલ બનાવવા માટે તૈયારી કરી છે.

ભૂતાનથી પણ પ્રવાસીઓ આવ્યાં ​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​સ્ટેચ્યૂ ઓફ યુનિટીએે શનિવાર અને રવિવારમાં છેલ્લા વર્ષમાં પહેલી વાર 7 હજાર કરતાં વધુ પ્રવાસીઓ આવ્યા હતા. ભૂતાનથી આવેલા પ્રવાસીઓએ જણાવ્યું કે કોરોનાનું સંક્ર્મણ ઘટતા અમે ગુજરાતના પ્રવાસે આવ્યા છે અને કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી સાથે અન્ય જે પ્રોજેક્ટ છે તેનેે જોવા પણ અમે આવ્યા છીએ. રવિવારે જ 5 હજાર કરતા વધુ પ્રવાસીઓ આવ્યા હતા.

શનિ-રવિ આ સ્થળો પર પ્રવાસીઓ વધ્યા
અમદાવાદથી મધ્યપ્રદેશમાં મહાકાલ મંદિર, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં મંદિરો ઉપરાંત કચ્છ, સાપુતારા, ડાંગ, ભાવનગર, વડાદોરા, ગીર-સોમનાથ, દ્વારકા સહિતનાં સ્થળો ઉપરાંત વિવિધ ધાર્મિક સ્થળો પર લોકોની સામાન્ય ભીડ જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...