તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા ફરી શરૂ:સી પ્લેન ફરી શરૂ : અમદાવાદથી કેવડિયા આઠ મુસાફરો આવ્યાં

કેવડિયા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મેન્ટેનન્સ બાદ સી પ્લેનની સુવિધા ફરી શરૂ
 • સાબરમતી ખાતે મેન્ટેનન્સની વ્યવસ્થા કરાશે

સરદાર પટેલની જન્મ જયંતિ 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની પ્રથમ પેસેન્જર સી પ્લેન સેવાની શરૂઆત કરાવી હતી. તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયાથી અમદાવાદ સાબરમતી રિવર ફ્રન્ટ પહોંચ્યા હતા.50 વર્ષ જૂનું રજિસ્ટ્રેશન નંબર 8Q-ISC ધરાવતું સી પ્લેન હતું. જે મહિનો ચલાયા પછી તેને મેઇન્ટેનન્સ માટે માલદીવ 28 નવેમ્બરે મોકલવામાં આવ્યું હતું.જેના કારણે અસ્થાયી ધોરણે સી પ્લેન સેવા બંધ કરવામાં આવી હતી. સી પ્લેનની સેવા 30 ડિસેમ્બરે આજથી પુનઃ શરૂ થઈ છે. આ સી પ્લેન અમદાવાદથી કેવડિયા આવી પહોંચ્યું હતું. સી પ્લેનમાં SSNNLના એમ ડી અને રાજ્યના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા અને બીજા 8 પ્રવાસીઓએ આ સી પ્લેન દ્વારા કેવડિયા આવી પહોંચ્યા હતા.

રાજ્યના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાએ જણાવ્યું કે હવે સી પ્લેનની સેવા અવિરત ચાલુ રહેશે અને મેન્ટેનન્સની તમામ વ્યવસ્થા સાબરમતી ખાતે કરાશે. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયની ટીમ આવતીકાલે રિવરફ્રન્ટ ખાતે સી પ્લેનના મેન્ટેનન્સ માટેનું નિરીક્ષણ કરશે.આ સાથે કેવડિયાથી અમદાવાદ બે ફેરા મારશે. એક દિવસ જોઈને પરત ફરશે તો તેવા પ્રવસીઓ માટે સારું રહેશે. હજુ સી પ્લેનની અવર જવર સાથે સમગ્ર કેવડિયા ફરવાનું એક પેકેજ બનાવાશે.પ્રવાસીઓને છુટ્ટી ટિકિટ ના લેવી પડે બધા પ્રોજેક્ટોની ટિકિટ એક પ્રોજેકટમાં આવી જાય એવી પણ સેવા સરૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો