તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની 4 ફેબ્રુઆરીએ કેવડિયા ટેન્ટ સીટી ખાતે શરૂ થયેલી કોર કમિટીની ત્રિ-દિવસીય કોર કમિટીની અત્યંત ગુપ્ત બેઠક કેવડિયા ટેન્ટ સીટી ખાતે 5 ફેબ્રુઆરીએ મોડી સાંજે પૂર્ણ થઈ હતી.રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘની દર 3 મહિને રાષ્ટ્રીય કક્ષાની કોર કમિટીની બેઠક વિવિધ વિષયો અને મુદ્દાઓને લઈને મળતી હોય છે.
4 ફેબ્રુઆરીએ સર સંઘચાલક મોહન ભાગવત, સરકાર્યવાહ ભૈયાજી જોશી, સહ સર કાર્યવાહ મુકુંદદાજી, ડો.કૃષ્ણ ગોપાલજી સહિતના RSSના 8 મહાનુભાવો કેવડિયા ખાતે આવી પહોંચી સીધા ટેન્ટ સીટી 1 ખાતે પહોંચ્યા હતા.બાદ બપોરે 4 વાગ્યાની આસપાસ તેઓ સુરક્ષા ઘેરા વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી, જંગલ સફારી પાર્ક ખાતે આવ્યા હતા.ટેન્ટ સીટી ખાતે મહાનુભવોને અલગ ઝોનમાં ટેન્ટની ફાળવણી કરાઈ હતી અને એ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો.RSSની કોર કમિટીની ગુપ્ત બેઠકમાં વિસ્તૃત ચર્ચા થયાની પણ શક્યતાઓ છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.