તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જળસંકટ વચ્ચે પણ નર્મદા બે કાંઠે:નર્મદા ડેમના રિવરબેડ પાવર હાઉસ શરૂ કરી પ્રવાસીઓ માટે બોટિંગ સુવિધા માટે પાણી છોડાતા SOU પાસે નદી છલોછલ

કેવડિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નર્મદા નદીમાં પાણી ઠલવાતાં સરોવર છલોછલ ભરાયું છે. - Divya Bhaskar
નર્મદા નદીમાં પાણી ઠલવાતાં સરોવર છલોછલ ભરાયું છે.

કોરોના કાળ વચ્ચે હાલ કેશો નહિવત છે ત્યારે સરકાર દ્વારા પ્રવાસન ધામો ખુલ્લા મુકવામાં આવતા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કેવડિયા ના અન્ય સ્થળો પ્રવાસીઓ ને સૌથી વધુ આકર્ષણ કરી રહ્યા હોય કેવડિયા ખાતે પ્રવાસીઓની ભીડ વધી રહી છે. એમ કહી શકાય કે રાજાઓમાં એક દિવસમાં 30 થી 35 હજાર પ્રવાસીઓ નોંધાય છે. ત્યારે મોટી માત્રામાં કેવડિયા આવતા પ્રવાસીઓ ને બોટીંગની સુવિધાઓ પુરી પાડવા નર્મદા નદીમાં પાણી છોડવું જરૂરી હોય નર્મદા બંધન બે મહિનાથી બંધ રિવરબેડ પાવર હાઉસ ચાલુ કરી હાલ હજારો ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેનાથી નર્મદા ડેમ થી વિયરડેમ સુધીનું 12 કિમિ નું સરોવર ભરવામાં આવી રહ્યું છે. આ સરોવર ભરાતા હવે બોટિંગ સુવિધા શરૂ થઇ ગયું છે.

નર્મદા નદીના ગોરા કિનારે એક સુંદર ઘાટ બની રહ્યો છે ત્યારે આ નર્મદા ઘાટનું કામ ચાલતું હતું એ માટે નર્મદા નદી ખાલી કરવામાં આવી હતી જેથી રિવરબેડ પાવરહાઉસ બંધ કરી દેવામાં આવ્યા હતા હવે આ નર્મદા ઘાટનું કામ પૂર્ણ થયા બાદ કેવડિયા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો જળ માર્ગ શરૂ કરી ક્રુઝ બોટ સેવા શરૂ કરવામાં આવી છે સાથે નર્મદા ઘાટ પર આરતીનું પણ રિહર્સલ પણ કરવામાં આવશે.

નદીના મુખ્ય પ્રવાહ ને શરૂ કરવા અને વિયરડેમ નો 12 કિમિ સરોવર ભરવા માટે રિવર બેડ પાવર હાઉસને 26 તારીખે ચલાવવામાં આવ્યા હતા. જેમાંથી લગભગ 12 હજાર ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થતા નદીના મુખ્ય વહેણમાં પાણીની સપાટી વધતા 12 કિલોમીટરનો વિયર ડેમ વિસ્તારમાં જળ રાશિથી ભરાઈ ગયો છે. હાલ પાણીનો સંગ્રહ જરૂરી છે કેમકે આગામી સમયમાં સારો વરસાદ ન પડ્યો ત જળસંકટ માથે છે છતાં વિયરડેમ ભરવાના નિર્ણયથી આધિકારીઓ પણ અચંબામાં મુકાયા છે.

નર્મદા ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક થતા જળસપાટી 24 કલાકમાં 28 સેમી વધી
નર્મદા ડેમની જળ સપાટીમાં છેલ્લા 24 કલાકમાં 28 સેમીનો વધારો થયો હતો. ડેમની જળ સપાટી 115.95 મીટરે પહોંચી છે. ઉપરવાસમાંથી પાણીની આવક 27177 ક્યુસેક આવક છે.જેની સામે મુખ્ય કેનાલમાં 13124 ક્યુસેક પાણી છોડાય છે.કુલ પાણીનો જથ્થો સ્ટોરેજ 4339.53 મિલિયન કયુબિક મીટર છે એટલે ડેમ લગભગ 47 ટકા ભરેલો કહી શકાય કહેવાય, ગત વર્ષે નર્મદા ડેમ 137 મીટર ભરેલો હતો આ વર્ષે વરસાદ ઓછો છે ત્યારે પ્રવાસીઓ માટે બોટિંગ સુવિધા ઉભી કરવાની આ કોશિશ આગામી દિવસોમાં ગુજરાત માટે મોટું સંકટ ઉભું કરી શકે તેવી શક્યતાઓને નકારી શકાતી નથી.

અન્ય સમાચારો પણ છે...